ઓગસ્ટા વેસ્ટલેન્ડ: ભારતીયોને લાંચ માટે 432 કરોડ આપ્યા હતા: CBIનો દાવો
નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર 2018, સોમવાર
ઓગસ્ટા વેસ્ટલેન્ડ ડીલમાં મોટી સફળતા મેળવી CBI તે ભારતીયો સુધી પહોંચવાની નજીક છે. જેમણે આ ડીલમાં લાંચ લીધી હતી. CBIનો દાવો છે કે તેણે તે દસ્તાવેજો મેળવી લીધા છે. જેનાથી આ તથ્ય સાબિત થાય છે કે ઓગસ્ટા ક્રિશ્ચિયન મિશેલ અને ગુડ્ડો હાશ્કેને 54 મિલિયન પાઉન્ડ એટલે કે 431 કરોડ રૂપિયા ભારતમાં પેમેન્ટ માટે આપી હતી. કંપનીએ કુલ 58 મિલિયન પાઉન્ડ આપ્યા હતા, જેમાં 54 મિલિયન પાઉન્ડની રકમ ભારતીયોને આપવાની હતી.
સુત્રો પ્રમાણે મળતી વિગતો અનુસાર મિશેલ અને હાશ્કેએ 8 મે 2011ના રોજ દુબઇમાં કરાર તૈયાર કર્યા હતા, જેમાં 58 મિલિયન પાઉન્ડની રકમનો ઉલ્લેખ હતો. દુબઇમાં આ મિટિંગ બંન્ને તરફના વચેટિયાઓ વચ્ચે રકમની વહેંચણીને લઇને સમજુતિ માટે બોલાવવામાં આવી હતી. એક તરફ મિશેલ અને તેની ટીમ હતી જ્યારે બીજી તરફ હાશ્કે, કાર્લો ગેરોસા અને ત્યાગી બ્રધર્સ હતા.
Comments
Post a Comment