સબસિડીવાળી એલપીજી સિલિન્ડરના ભાવમાં રૃ. ૫.૯૧નો ઘટાડો : સબસિડી વગરમાં ૧૨૦.૫૦નો ઘટાડો


(પીટીઆઇ) તા.૩૧

ઘરેલુ રાંધણ ગેસ(એલપીજી)ના સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં સિલિન્ડર દીઠ ૫.૯૧ રૃપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાને પગલે  સળંગ બીજા મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

દેશની સૌૈથી મોટી ફ્યુઅલ રિટેલર કંપની આઇઓસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે દિલ્હીમાં ૧૪.૨ કિગ્રાના સબસિડીવાળા સિલિન્ડરની કીંમત ૫૦૦.૯૦ રૃપિયાથી ઘટીને ૪૯૪.૯૯ રૃપિયા થઇ છે. 

આ અગાઉ એક ડિસેમ્બરે સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં ૬.૫૨ રૃપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જૂન મહિનાથી સળંગ છ વખત ભાવ વધારવામાં આવ્યા પછી એક ડિસેમ્બરથી ભાવ ઘટાડવામાં આવી રહ્યાં છે. 

બે વખત કરાયેલા ઘટાડાથી સિલિન્ડરના ભાવમાં કુલ ૧૪.૧૩ રૃપિયાનો ઘટાડો થયો છે. આઇઓસીએ અન્ય એક નિવેદનમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટતા અને ડોલરની સામે રૃપિયો મજબૂત થતાં સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં ૧૨૦.૫૦ રૃપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડરનો ભાવ ઘટીને ૬૮૯ રૃપિયા થયો છે. આ અગાઉ એક ડિસેમ્બરે પણ સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં ૧૩૩ રૃપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે એલપીજીના ગ્રાહકોને સમગ્ર વર્ષમાં ૧૨ એલપીજી સિલિન્ડર સબસિડીવાળા આપવામાં આવે છે. જો કોઇ કુંટુબને એક વર્ષમાં ૧૨થી વધુ સિલિન્ડરની જરૃર પડે તો તેને સબસિડી વગરનું સિલિન્ડર આપવામાં આવે છે. 

જાન્યુઆરી, ૨૦૧૯માં એક સબસિડીવાળા સિલિન્ડરની ૧૯૪.૦૧ સબસિડી બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં આ રકમ ૪૩૩.૬૬ રૃપિયા અને ડિસેમ્બરમાં ૩૦૮.૬૦ રૃપિયા હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો