પાંચ ટકા અનામત નહી મળે તો લોકસભા ચૂંટણીમાં સમર્થન નહી, ગુર્જરોની કોંગ્રેસને ચેતવણી
નવી દિલ્હી, તા. 1. જાન્યુઆરી 2018 મંગળવાર
પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કોંગ્રેસની નવી સરકાર બનતાની સાથે જ અનામતનુ ભૂત ફરી વખત ધુણ્યું છે.
ગુર્જરોએ ગહેલોટ સરકાર પર પાંચ ટકા અનામત માટે દબાણ કરવા માંડ્યુ છે.સમુદાયનુ કહેવુ છે કે જો લોકસભા ચૂંટણી પહેલા સરકાર અનામતની માંગણી મંજૂર નહી કરે તો કોંગ્રેસને ગુર્જરો સમર્થન નહી આપે.
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુર્જર, રાયકા, બંજારા અને ગાડિયા જેવા સમુદાયોને પાંચ ટકા અનામત આપવાનુ વચન આપ્યુ હતુ.ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના સંયોજક કિરોડી સિંહ બૈસલાએ કહ્યુ હતુ કે કોંગ્રેસે અમને પાંચ ટકા અનામતનો વાયદો આપ્યો છે પણ તે અમને લોકસભા પહેલા મળવી જોઈએ.
જોકે સંગઠનના મહાસચિવ શૈલેન્દ્ર સિંહે કહ્યુ હતુ કે આ અનામત અમને હાલમાં જે 50 ટકા અનામત લાગુ છે તેની અંદર રહીને આપવામાં આવે.કારણકે ભૂતકાળમાં 50 ટકા સીવાય ગુર્જરોને પાંચ ટકા અામત આપવાના પ્રયાસોને અદાલતે રોકી લીધા છે.
Comments
Post a Comment