J&K: LOC પર પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ, સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા
શ્રીનગર, તા. 31 ડિસેમ્બર 2018 સોમવાર
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ LOC પર પાકિસ્તાની ઘૂસણખોરીના મોટા પ્રયત્નને નાકામ કરતા 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. પાકિસ્તાન દ્વારા આતંકવાદીની ઘૂસણખોરીનો આ પ્રયત્ન કુપવાડા જિલ્લામાં LOCથી નૌગામ સેક્ટરમાં કરવામાં આવ્યો હતો.
ભારતીય સેનાના કારણે પાકિસ્તાન પોતાના નાપાક મનસૂબામાં એકવાર ફરી નાકામ થઈ ગયુ. ઘૂસણખોરીને બચાવવા માટે આ દરમિયાન પાકિસ્તાની સેના સતત કવરિંગ ફાયરિંગ આપતી રહી. આ ઘૂસણખોરી પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમે (BAT) કરી છે.
બેટ ઘૂસણખોરીએ લૂવના ગાઢ જંગલોની આડમાં ભારતીય સરહદમાં દાખલ થવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન પાકિસ્તાની પોસ્ટથી સતત ઘૂસણખોરીને કવરિંગ ફાયર આપવામાં આવ્યા. મોર્ટાર અને મોટા હથિયારોથી આ કવરિંગ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. ઘૂસણખોરોએ પાકિસ્તાની યુદ્ધ પોશાક પહેર્યા હતા અને પાકિસ્તાની ચિહ્નોની સાથે સ્ટોર લઈ જઈ રહ્યા હતા.
સેનાએ નિવેદન આપ્યુ કે ઘૂસણખોરોએ પાકિસ્તાની યૌદ્ધાઓની જેમ કપડા પહેર્યા હતા અને તેમની પાસે પાકિસ્તાની માર્કવાળો સામાન પણ હતો. છેતરવા માટે કેટલાક ઘૂસણખોરોએ BSF અને ભારતીય સેનાની જૂની વર્દી પણ પહેરી હતી. તેમની પાસે મળેલા સામાનમાંથી અનુમાન લગાવવામાં આવી શકે છે કે તેમનો ઈરાદો ભારતીય સેના પર મોટો હુમલો કરવાનો હતો.
Comments
Post a Comment