2019નુ વર્ષ બેંકો માટે રાહત લઈને આવ્યુ, NPA ઘટવાની આગાહી
નવી દિલ્હી, તા. 1. જાન્યુઆરી 2018 મંગળવાર
નહી ચુકવાયેલી લોનના બોજા હેઠળ દબાયેલી બેન્કોને 2019ના વર્ષમાં મોટી રાહત મળી શકે છે.
2015 બાદ બેન્કિંગ ઈન્ડસ્ટ્રીના એનપીએમાં નવા વર્ષમાં પહેલી વખત ઘટાડો થઈ શકે છે તેવી આગાહી થઈ છે.આરબીઆનુ અનુમાન છે કે બેડ લોનનો આંકડો માર્ચ 2019 સુધીમાં ઘટીને 10.3 ટકા રહી જશે.સપ્ટેમ્બર 2018માં આ આંકડો 10.8 ટકા અને માર્ચ 2018માં 11.5 ટકા હતો.
આરબીઆઈ દ્વારા પોતાના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રિકવરીના સંકેતો મળી રહ્યા છે અને પબ્લિક તેમજ પ્રાઈવેટ એમ બંને બેંકોના ગ્રોસ એનપીએ રેશિયોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
2015માં રિઝવ્ર બેન્કે એસેટ કવોલિટી રિવ્યુ શુ કર્યો હતો.બેંકના કેટલાક લોનને જેમાં બેડ એસેટ તરીકે દર્શાવવામાં આવી હતી.
Comments
Post a Comment