રાજસ્થાનઃ રામગઢ પેટા ચૂંટણીમાં જીત સાથે કોંગ્રેસની બેઠકોનો આંકડો 100 પર પહોંચ્યો

રામગઢ, તા. 31. જાન્યુઆરી 2019 ગુરુવાર

રાજસ્થાનમાં રામગઢ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવીને વિધાનસભામાં બેઠકોની સેન્ચુરી પુરી કરી લીધી છે.

આ ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસના શાફિયા ઝુબેર ખાને ભાજપના ઉમેદવારને હરાવીને 12228 મતો સાથે જીત મેળવી  છે.આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 100 પર પહોંચી છે.કોંગ્રેસે જ્યારે સરકાર બનાવી હતી ત્યારે બહુમતીના જાદુઈ આંકડાથી પાર્ટી એક બેઠક દુર હતી.

મુખ્યમંત્રી અશોક ગહેલોટ માટે આ ચૂંટણી લોકસભાની ચૂંટણી પહેલા એક પરીક્ષા હતી.જેમાં તેઓ પાસ થયા છે.રામગઢ ચૂંટણીમાં ભાજપે સુખવંત સિંહ અને બીએસપીએ જગતસિંહેને મેદાનમાં ઉતાર્યા હતા.ભાજપના ઉમેદવાર સુખવંતસિંહ 71083 મત સાથે બીજા ક્રમે રહ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો