આવતીકાલના બજેટમાં મધ્યમવર્ગને ખુશ કરવા ટેક્સમાં રાહતની અટકળો
નવી દિલ્હી, તા. 31. જાન્યુઆરી 2019 ગુરુવાર
એક ફેબ્રુઆરીએ રજૂ થનારા મોદી સરકારના લોકસભાની ચૂંટણી પહેલાના ઈન્ટરિમ બજેટને લઈને લોકોમાં આતુરતા જોવા મળી રહી છે.કારણકે સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને રાહત આપતી ઘણી જાહેરાતો કરી શકે છે.
જેમાં કૃષિ સેક્ટર અને મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને ટેક્સમાં રાહત પર તમામની નજર છે.ટેક્સમાં છૂટને લઈને કદાચ બજેટમાં શરુઆતના કેટલાક મહિનાઓમાં ટેક્સ પર છુટ અપાઈ શકે છે અને સાથે સાથે જો સરકાર ફરી સત્તા પર આવી તો તેનો સમયગાળો વધારવાનુ વચન અપાઈ શકે છે.
હાલમાં નાણા મંત્રાલયનો હવાલો સંભાળી રહેલા પિયુષ ગોયલ પજેટમાં ટેક્સમાં રાહત આપવા સ્લેબમાં ફેરફાર કરી શકે છે અથવા તો સ્ટાડન્ટર્ડ ડિડક્શનની મર્યાદા 40000 રુપિયાથી વધારી શકે છે.
જોકે પાછલા બજેટમાં પણ ટેક્સ રેટમાં બદલવાની આશા હતી પણ સરકારે કોઈ મોટો ફેરફાર નહી કરીને મધ્યમવર્ગ અને નોકરિયાત વર્ગને નિરાશ કર્યો હતો.
દરમિયાન એવી આશંકા પણ છે કે આ ઈન્ટરિમ બજેટ હોવાથી તેની કેટલીક મર્યાદાઓ પણ છે.જેના કારણે મોટી જાહેરાત ના પણ થાય.
ખેડૂતોના અસંતોષને લઈને બજેટ કૃષિ સેક્ટર પર ફોકસ હશે તેવુ પણ મનાઈ રહ્યુ છે.
Comments
Post a Comment