સરકારે 4.5 વર્ષમાં ખેડૂતો, ગરીબો માટે કામ કર્યુ: રામનાથ કોવિંદ

નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2019 ગુરુવાર

સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયુ છે. સંસદનું આ સત્ર મોદી સરકારનું અંતિમ સત્ર હશે. આ દરમિયાન સરકાર સંસદમાં અંતરિમ બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે બજેટ સત્ર પહેલા સંસદના બંને સદનોને સંબોધિત કર્યા. 

વડાપ્રધાન મોદીએ કહ્યું અમે તમામ વિષયની ચર્ચા માટે તૈયાર છીએ. સદનમાં સારી ચર્ચાના માહોલ માટે અને સદનની કાર્યવાહી સારી રીતે ચાલે તેનું હું સ્વાગત કરીશ. વિપક્ષને સંદેશ આપતા વડાપ્રધાને કહ્યું સદનના સમયનો સદુપયોગ કરવામાં આવે. સૌનો સાથ સૌના વિકાસનો મંત્ર લઈને અમે ચાલી રહ્યા છીએ. આગળ પણ આની માટે પ્રતિબદ્ધ છીએ. અમે ઈચ્છીએ છીએ કે સદનમાં પણ આ મંત્રને લઈને આગળ વધીએ. 

સરકાર આ સત્રમાં રાફેલ પર કેગનો રિપોર્ટ પણ સંસદમાં મૂકી શકે છે. કોંગ્રેસ ખેડૂતો, રાફેલ, યુવાઓમાં બેરોજગારી જેવા મુદ્દાને સત્રમાં ઉઠાવશે. કોંગ્રેસે જે રીતે અત્યારથી પોતાનો એજન્ડા સ્પષ્ટ કર્યો છે. તેને જોતા આજથી શરૂ થઈ રહેલુ સત્ર હંગામેદાર રહેવાની પૂરી સંભાવના છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો