નવી દિલ્હી, 19 જુન 2021 શનિવાર આસામમાં બેથી વધુ બાળકોનાં માતા-પિતાને સરકારી યોજનાઓનાં લાભથી બાકાત રાખી શકાય છે, મુખ્યપ્રધાન હેમંત બિસ્વ સરમાએ શનિવારે કહ્યું કે આસામ સરકાર રાજ્યની યોજનાઓનો લાભ લેવા માટે તબક્કાવાર રીતે બે બાળકોની નિતી અમલી કરશે, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓમાં તો હાલ આ શક્ય નથી, પરંતું રાજ્ય સરકારની યોજનાઓમાં તેનો અમલ કરાશે. સરમાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સની પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નિતી આસામની તમામ યોજનાઓમાં તરત અમલી નહીં થાય, કેમ કે ઘણી યોજનાઓનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, તેમણે કહ્યું કે કેટલીક યોજનાઓ છે, જેમાં બે બાળકોની નિતીનો અમલ નથી કરી શકતા, જેવી કે સ્કુલો અને કોલેજો દ્વારા મફત શિક્ષણ અથવા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મળતા મકાનો, પરંતુ કેટલીક યોજનાઓમાં જેવી કે રાજ્ય સરકાર આવાસ યોજનાઓનો અમલ કરે છે તો બે બાળકોનાં નિયમનો અમલ કરી શકાય છે, ધીરી-ધીરે આગળ વધીને રાજ્ય સરકાર તેને પ્રત્યેક યોજનાઓમાં તે અમલી કરશે. જો કે સરમાનાં આ નિર્ણયની વિપક્ષોએ ટીકા કરી, કેમ કે સરમા પાંચ ભાઇઓનાં પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેમણે કહ્યું કે 1970 નાં દાયક...
બીજા વિશ્વયુદ્ધમાં જપાન પર અણું બોમ્બ ફેંકાયો તેનો આ મહાવિજ્ઞાાનીને એટલો અફસોસ થયો કે તેમણે દુનિયાને નિશસ્ત્રીકરણની અપીલ કરી નૈતિક પતનના યુગમાં તેઓ એકલા એવા સ્ટેટ્સમેન હતા, જેમણે રાજકીય ક્ષેત્રમાં પણ માનવીય સંબંધોની ઉચ્ચ સ્તરની વ્યાખ્યા બાંધી. ત્યાં સુધી પહોંચવાની કામના આપણે પૂરી મહેનત સાથે કરવી જોઈએ. માનવજાતિનું ભવિષ્ય ત્યારે જ સહનીય બનશે જ્યારે બીજી બધી બાબતોની જેમ વૈશ્વિક બાબતો પણ ન્યાય અને કાયદાના આધારે ચાલશે. અત્યાર સુધી ખુલ્લા આતંકના આધારે ચાલ્યું છે તે રીતે નહીં. આ એક કઠીન સબક છે અને તે આપણે શીખવો જ પડશે. આવું અલ્બર્ટ આઇન્સ્ટાઇને ગાંધીને કેન્દ્રમાં રાખીને કહ્યું હતું. માધ્યમો હંમેશા આઇન્સ્ટાઇન સાથે ફ્લર્ટ કરતા રહ્યા, સાપેક્ષવાદનો સિદ્ધાંત પણ પોતાની વિદ્વત્તાપૂર્ણ સમજ પ્રમાણે સમજાવતા રહ્યા, કિન્તુ ભાગ્યે જ કોઈએ કહ્યું હશે કે આઇન્સ્ટાઇન તેમના વિચારોથી ગાંધીવાદી હતા. આપણે પસંદ કરેલું સત્ય હાઈલાઇટ કરીને બાકીનો હિસ્સો ઢાંકી શા માટે દઈએ છીએ? વિચારવું જોઈએ. આ દાર્શનિક વિજ્ઞાાનીએ બીજી પણ અદ્ભુત વાત કરેલી, ક્રૂર સૈન્ય શક્તિને દબાવવા માટે એ જ પ્રકારની ક્રૂર સૈન્ય શક્તિનો ગમે તેટલા લા...
Image: Twitter વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ તરફથી હેલિ મેથ્યૂઝ અને હરમનપ્રીત કૌરે તોફાની રમત દર્શાવી હતી. મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 05 વિકેટે 207 રન કર્યા હતા. જ્યારે ગુજરાત જાયન્ટ્સ 15.1 ઓવરમાં માત્ર 64 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. The @ImHarmanpreet -led @mipaltan are off the mark in the #TATAWPL in style! #MI win the opening game against #GG by 143 runs 👏👏 #TATAWPL | #GGvMI pic.twitter.com/W8GnPXpb4D — Women's Premier League (WPL) (@wplt20) March 4, 2023 મુંબઈ ઈન્ડિયન્સે ઐતિહાસિક જીત નોંધાવી, ગુજરાતને 143 રનથી હરાવ્યું વુમન્સ પ્રીમિયર લીગ 2023ની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ઐતિહાસિક જીત નોંધાવી હતી. ટીમે ગુજરાતને 143 રનથી હરાવ્યું હતું. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 207 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 15.1 ઓવરમાં 64 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બોલરમાં સૈક ઈશાકે કમાલ બતાવી 4 વિકેટ ઝડપી હતી. માત્ર 22 બોલમાં...
Comments
Post a Comment