દિલ્હીની વાતઃમંદિર અંગે સરકારની દાનત ખરી નથી
મંદિર અંગે સરકારની દાનત ખરી નથી
નવી દિલ્હી,તા. 30 જાન્યુઆરી 2019, બુધવાર
સંઘ પરિવારના વરિષ્ઠ આગેવાનો કહે છે કે બાબરી મસ્જીદ પાસેને વધારાની જમીન હસ્તગત કરી તેના મૂળ માલીકોને આપવાની સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી માંગવાની ચાલ સંતો દ્વારા વિવાદાસ્પદ જમીન પર ભેગા નહીં થવા દેવાની ચાસ છે. સરકારને ડર છે કે કુંભ મેળાની ચોથી ફેબુ્રઆરીએ સમાપ્તી પછી સાધુઓ અયોધ્યામાં ભેગા થશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થશે જેના કારણે ઉત્તર પ્રદેશની સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જાણકારો કહે છે કે સરકારની દાનત એવી છે કે જેઓ મંદિર નિર્માણની માગ કરી રહ્યા છે તેમનો ગુસ્સો શાંત કરી શકાય.
મંદિર વિરૂધ્ધ વિકાસ
એક અન્ય ભય જે સંઘ પરિવાર અને ભાજપને સતાવી રહ્યો છે તે એ કે ભાજપ-સંઘના નેતાઓ માની રહ્યા છે કેજો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેઓ વિકાસને બદલે મંદિર મુદ્દે ચૂંટણી લડશે તો ભાજપનો દેખાવ સારો નહીં જહોય. આના કારણે ભાજપની ચિંતા વધી છે કે સંતો અને સંઘના સમર્થકોએ ભાજપને ધકેલવા મન બનાવી લીધું છે. આ બંને જુથો એ ધમકી આપી હતી કે સરકારને જે કરવું હોય તે કરે અમે મંદિરના માગ કરતા જ રહીશું.
અમીત શાહનો પ્રિયાંકા ગાધી પર પ્રહાર
પ્રિયંકા ગાધીને કોંગ્રેસમાં સામેલ કરતાં અમીત શાહને તકલીફ ઊભી થઇ હોય એવું લાગે છે. તેમણે કહેયું હતું કે કોંગ્રેસ ટૂ જી પછી હવેથ્રી જી લાવી રહી છે કે જેથી વધુ ભ્રષ્ટાચાર કરી શકાય. તો બીજી તરફ શાહે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને રાજકારણમાં પ્રવેશ અપાવ્યો છે. કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ એક જ સિક્કાની બે બાજુ છે.બંને પક્ષોમાં વારસાગત રાજકારણ અપાય છે.
- ઇન્દર સાહની
Comments
Post a Comment