અયોધ્યામાં 21મી ફેબ્રુઆરીએ રામમંદિરનો શિલાન્યાસ કરવા ધર્મસંસદમાં ઠરાવ પસાર

પ્રયાગરાજ, તા.30 જાન્યુઆરી 2019,બુધવાર

પ્રયાગરાજની કુંભનગરીમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વરૃપાનંદ સરસ્વતીએ બોલાવેલ ધર્મ સંસદમાં રામમંદિરના નિર્માણ માટે મહત્વનો નિર્ણય લેવાયો. ધર્મ સંસદમાં ૨૦૧૯ની ૨૧ ફેબુ્રઆરીએ રામમંદિરની આધારશિલા સ્થાપવાનો પ્રસ્તાવ મંજૂર થયો.

ધર્મ સંસદમાં ૨૧મી ફેબુ્રઆરીએ રામમંદિરની આધારશિલા સ્થાપવાનો ઠરાવ પસાર થયા બાદ સાધુ સન્યાસીઓ અયોધ્યા તરફ કૂચ કરશે. કુંભનગરીમાં છેલ્લા ત્રણ દિવસથી ધર્મ સંસદ ચાલતી હતી. ચર્ચા વિચારણાના અંતે ૨૧મી ફેબુ્રઆરીએ રામમંદિરનું બાંધકામ શરૃ થશે અને તેની જવાબદારી સાધુ સંતો લેશે.

દરમિયાીન સ્વરૃપાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે અયોધ્યામાં મસ્જિદ નહીં મંદિર તોડાયું હતું. તેમણે મોદી સરકાર પર આક્ષેપ કર્યો હતો કે સરકાર જન્મભૂમિ સિવાય બીજા સ્થળે મંદિર બાંધવાનું કાવતરૃં કરી રહી છે. નરસિંહ રાવે જણાવ્યું હતું કે જેમની જમીન લીધી છે તે પરત અપાશે નહીં. સાધુ સંતો અયોધ્યા જઇ જન્મભૂમિના સ્થળે મંદિરનો શિલાન્યાસ કરશે.

ધર્મ સંસદમાં પસાર થયેલા ઠરાવને અવિમુક્તેશ્વરાનંદે વાંચી સંભળાવ્યો હતો તે મુજબ રામમંદિર માટે શાંતિપૂર્ણ અહિંસક આંદોલન થશે. ૨૧મી ફેબુ્રઆરીએ શિલાન્યાસ થશે. રોકવામાં આવશે તો સંતો ગોળી ખાવા પણ તૈયાર છે. નંદા, ભદ્રા, જયા અને પૂર્ણા નામની ચાર શિલા સ્થપાશે.

પ્રયાગરાજમાં કુંભમેળો છે પરંતુ રામમંદિરના બહાને મોદી સરકારની દાનત ઉપર સાધુ સંતોમાં ધર્મયુદ્ધ શરૃ થયું છે. શંકરાચાર્યની ધર્મસંસદ બાદ વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસંસદ ૩૧મી જાન્યુઆરીએ થશે. વિહિપ થોડું ઠંડુ પડયું છે પરંતુ વિહિપની ધર્મસંસદમાં વધુ નિર્ણય લેવાશે. ધર્મ સંસદમાં નૃત્યગોપાલદાસ ઉપરાંત સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ સામેલ થશે.

દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપ જન્મભૂમિના સ્થાને જલદી મંદિર બાંધવા માગે છે. કોર્ટની સુનાવણી ઝડપથી થવી જોઈએ. રામજન્મ ભૂમિ ન્યાસને ૪૪ એકર જમીન પરત આપવા માગણી કરી છે પણ કોંગ્રેસ તેનો વિરોધ કરે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો