અગસ્તા વેસ્ટલેન્ડ: આરોપી રાજીવ સક્સેનાને સ્પેશ્યલ CBI કોર્ટમાં રજૂ કરાશે

નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2019 ગુરુવાર

અગસ્તા વેસ્ટલેન્ડ VVIP હેલિકૉપ્ટર કૌભાંડ કેસમાં ક્રિશ્ચિયન મિશેલ બાદ EDએ બીજી મોટી સફળતા મેળવી જ્યારે આરોપી રાજીવ સક્સેનાને યુએઈથી બુધવારે ધરપકડ કરવામાં આવી. યુએઈની સ્ટેટ સિક્યોરિટીએ સક્સેનાની ધરપકડ કરીને રાત્રે 2 વાગે ભારત લાવવામાં આવ્યા. આજે આરોપી રાજીવ સક્સેનાને સ્પેશ્યલ CBI જજ અરવિંદની સામે રજૂ કરવામાં આવશે.

રાજીવ સક્સેના અને દીપક તલવારની EDની ટીમ જુદા-જુદા સ્થાને પૂછપરછ કરી રહી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં યુએઈ સરકારે 3600 કરોડ VVIP હેલિકૉપ્ટર કૌભાંડ કેસમાં બ્રિટિશ નાગરિક અને બિચોલિયાની ભૂમિકા નિભાવનાર ક્રિશ્ચિયન મિશેલની ધરપકડ કરીને ભારત સરકારને સોંપ્યો હતો.

ડિસેમ્બરમાં જ્યારે સક્સેનાએ પોતાના જામીન માટે અરજી દાખલ કરી હતી ત્યારે EDએ આનો વિરોધ કર્યો હતો. અગાઉ 6 ઓક્ટોબરે કોર્ટે સક્સેના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રજૂ કર્યા હતા. સક્સેનાની પત્ની શિવાનીની ધરપકડ બાદ EDએ પોતાની ચાર્જશીટમાં સક્સેનાનું નામ સામેલ કર્યું. શિવાની હાલ જામીન પર બહાર છે. 

ઉલ્લેખનીય છે કે કોર્ટે સક્સેનાના આવેદન પર ED પાસે 24 ડિસેમ્બર સુધી જવાબ માગ્યો હતો. EDનો આરોપ છે કે અગસ્તા વેસ્ટલેન્ડે ટ્યુનિશીયાના બે ફર્મા દ્વારા 5.8 કરોડ યુરોની લાંચ આપી હતી. આ કેસમાં અન્ય આરોપી પૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગી અને સંજીવ ત્યાગીને કોર્ટે સશરત વિદેશ યાત્રાની પરવાનગી આપી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો