'હિંદી, હિંદૂ અને હિંદુત્વ' વિચારથી દેશ વિભાજીત થઇ રહ્યો છે: શશી થરૂર
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી 2019, ગુરુવાર
પોતાના ટ્વીટ માટે હંમેશા ચર્ચામાં રહેતા કોંગ્રેસ સાંસદ શશી થરૂરે વધુ એક ટ્વીટ કરી વિવાદને ઊભો કર્યો છે. થરૂરે ટ્વીટ કરી હિંદૂત્વ વિચારને નિશાને લઇને કહ્યું કે, આ વિચારથી દેશ વિભાજીત થઇ રહ્યો છે. શશી થરૂરે ટ્વીટ કરીને લખ્યું કે, આ 'હિંદી, હિંદૂ અને હિંદૂત્વ'નો વિચાર દેશને વિભાજીત કરી રહ્યો છે. આપણ એકતા જોઇએ છે નહી કે સમાનતા.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ પ્રયાગરાજ કુંભસ્નાનને લઇને ટ્વીટ કરી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને નિશાને લઇને ટ્વીટ કર્યું હતું જેને લઇને વિવાદ ઊભો થયો હતો. જે બાદ ફરીથી હિંદૂત્વને લઇને શશી થરૂરે આ ટ્વીટ કર્યું છે.
Comments
Post a Comment