દિલ્હીની વાતઃરાહુલ ગાંધી રાજીનામા અંગે મક્કમ પરંતુ...

રાહુલ ગાંધી રાજીનામા અંગે મક્કમ પરંતુ...
નવી દિલ્હી,તા. 29 મે 2019, બુધવાર
કંોગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપવા રાહુલ ગાંધી મક્કમ છે, પરંતુ તેમણે એવો ઇશારો કર્યો હતો કે લોકસભામાં તેઓ પક્ષનું નેતૃત્વ કરશે. જો આવુ થાય તો તેઓ પૂર્વ વડા પ્રધાન પી.વી.નરસિંહ રાવે પગલે ચાલશે જેમણે ૧૯૯૬માં હર પછી સંગઠનનો હોદ્દો છોડયો હતો અને સંસદમાં પક્ષનું નેતૃત્વ સંભાળ્યું હતું. જો કે રાહુલ નરસિંહરાવ જેવા બુધ્ધિશાળી નથી, પરંતુ પક્ષમાં હજુ પણ લોકો એવું માને છે કે ૧૯૯૬ જેવી બાબતને ઉલ્ટી કરીને ફરીથી લાગુ કરી શકાય છે. કર્ણાટકના મલ્લિકાર્જુન ખડગે એ ગઇ લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કર્યું હતું તેમને પક્ષના વડા બનાવી શકાય અને રાહુલ લોકસભામાં પક્ષનું નેતૃત્વ સંભાળે.
કોંગ્રેસે ૧૯૯૯ની ભુલનું પુનરાવર્તન કર્યુ
૨૦૧૯ની ચૂંટણીમાંથી દરેક રાજકીય પક્ષે શીખવું જોઇએ કે તેમણે સેનાની કાર્યવાહી અથવા રાષ્ટ્રીય સુરક્ષા પર ક્યારે પણ સવાલ ના ઉઠાવવા જોઇએ.જુના નેતાઓને યાદ હશે કે ૧૯૯૯માં પણ ોકંગ્રેસે આવી જ એક ભુલ કરી હતી. ઓકટોબર,૧૯૯૯ની ચૂંટણી પહેલાં કોંગ્રેસે વાજપેયીની સરકાર પાસે કાર્ગિલ મુદ્દે સરકારી અને રાજકીય નિષ્ફળતાનો સવાલ કર્યો હતો. પરિણામ એ આવ્યું કે વાજપેયીના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બની હતી. જો કે લોકપ્રિય મતો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએને મળ્યા હતા.
રાજસ્થાનમાં કોંગ્રેસને રાહત
કર્ણાટક, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બહુમતી અંગે શંકા થઇ. કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને બહુમતી પુરવાર કરવી પડશે. પરંતુ રાજસ્થાનામાં એવું નથી. ત્યાં તો કોંગ્રેસને રાહત એ વાતની છે કે મોદી અને અમીત શાહ વસુંધરા રાજે સિંધીયાના ફરીથી મુખ્ય મંત્રી બનાવવા ઇચ્છતા જ નથી. મધ્ય પ્રદેશમાં ફરીથી શિવરાજ ચૌહાણને ભાજપ મોવડી મંડળ મુખ્ય પ્રધાન બનાવી શકે છે. કોંગ્રેસ સમજી જાય કે રફાલનો મુદ્દો તેમને જરાય ફાયદો કરાવી શક્યો નહીં.
ઇન્દર સાહની
Comments
Post a Comment