Posts

Showing posts from November, 2025

IND vs SA : છેલ્લી ઓવરમાં ભારતે 17 રનથી મેચ જીતી, પહેલી વનડેમાં સાઉથ આફ્રિકાની ટીમ 332 રનમાં સમેટાઇ

Image
IND vs SA 1st ODI Match :  ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે, 30 નવેમ્બરે રાંચીમાં 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ રમાઇ હતી. આ મેચમાં ભારે રસાકસી બાદ ભારતની 17 રને જીત થઇ છે. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. ત્યાર બાદ 350 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાએ શાનદાર લડત આપી હોવ છતાં આખી ટીમ 332 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.  મેચમાં ભારતનું પ્રદર્શન

67% અમેરિકન્સના મતે 4 વર્ષની કોલેજનો કોઈ મતલબ નથી, ખર્ચ વધુ અને નોકરીની ગેરંટી નહીં

Image
- મોંઘી ફી અને એજ્યુકેશન લોન વચ્ચે સવાલ USA EDUCATION NEWS : વિશ્વની ટોપ 100 કોલેજમાંથી 28 અમેરિકામાં છે. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં પણ વિશ્વમાં સૌથી વધુ અમેરિકાની 171 યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે. વિશ્વના એજ્યુકેશન સેક્ટરમાં ડંકો વગાડનાર દેશ- અમેરિકાના નાગરિકોનો કોલેજ ડિગ્રીથી મોહ ભંગ થયો છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે, અમેરિકનો ચાર વર્ષની કોલેજ ડિગ્રીની ઉપયોગિતા પર સવાલ ઉઠાવી રહ્યાં છે. 67 ટકા અમેરિકનો માની રહ્યાં છે કે, ચાર વર્ષની કોલેજ ડિગ્રી પાછળ કરવામાં આવી રહેલો ખર્ચ યોગ્ય નથી.

હવે સિમકાર્ડ વગર નહીં ચાલે WhatsApp, Telegram અને સ્નેપચેટ..., કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

Image
Indian Government New Rules: ભારત સરકારે મેસેજિંગ એપ્સ માટે એક મોટો આદેશ જારી કર્યો છે, જે દેશના લાખો યુઝર્સને લાગુ પડશે. WhatsApp, Telegram, Signal, Snapchat, ShareChat, JioChat, Arattai અને Josh જેવી લોકપ્રિય એપ્સ હવે સક્રિય સિમ કાર્ડ વિના કામ નહીં કરે. ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ (DoT) એ ટેલિકોમ્યુનિકેશન સાયબર સુરક્ષા સુધારા નિયમો, 2025 હેઠળ આ નિયમ લાગુ કર્યો છે. દેશમાં આ પહેલીવાર છે કે એપ-આધારિત મેસેજિંગ સેવાઓ ટેલિકોમ સેવાઓ જેવા જ કડક નિયમોને આધીન છે. નવો સિમ-બંધનકર્તા નિયમ આ એપ્સ પર બેંકિંગ અને UPI એપ્સ જેવી જ પ્રક્રિયાઓ લાગુ કરે છે, જ્યાં સિમ સક્રિય ન હોય તો લોગિન પ્રતિબંધિત છે.

કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, 3 વખત સાંસદ રહ્યા

Image
Shriprakash Jaishwal Died News : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું શુક્રવારે કાનપુરમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા. શુક્રવારે અચાનક તેમની તબિયત લથડતાં તેમને કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનના સમાચાર ફેલાતા જ રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લહેર ફરી વળી છે.

ખેડૂતો માટે પાક નુકસાની સહાય મેળવવા અરજીની સમય મર્યાદા વધારાઈ, જાણો છેલ્લી તારીખ

Image
Farmers Crop Damage Relief : ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે. આ બધા વચ્ચે 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી હતી. જેમાં ખેડૂતોને પાક નુકસાની સામે રાહત મેળવવા માટે સત્તાવાર પોર્ટલ પર 15 દિવસમાં અરજી કરવા જણાવ્યું હતું. આ દરમિયાન નુકસાનગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા અરજી કરવાની સમય મર્યાદા વધારીને આગામી 5 ડિસેમ્બર કરવામાં આવી છે.

કુદરતના અનેક રૂપ, કાશ્મીરમાં ઠંડી તો દિલ્હીમાં જીવલેણ પ્રદૂષણ, દક્ષિણમાં વરસાદની ચેતવણી

Image
- હવામાનમાં અચાનક પલટો : સેન્યોર વાવાઝોડું નરમ પડયું, હવે દિતવાહ ચક્રાવાતનું જોખમ - દિલ્હીમાં સતત 14મા દિવસે હવાનું પ્રદૂષણ 'અત્યંત ખરાબ' કેટેગરીમાં  મુંબઈમાં કન્સ્ટ્રક્શન ધૂળ અને ઝેરી રજકણોથી પ્રદૂષણ વકર્યું - સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિને હેલ્થ ઈમર્જન્સી ગણાવી, નિષ્ણાતો પાસેથી સમાધાન માગ્યું Wather News : દેશભરમાં ગુરુવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. સેન્યોર વાવાઝોડું નરમ પડયું છે, પરંતુ બંગાળની ખાડીમાં હવે દિતવાહ ચક્રવાત સર્જાઈ રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બીજીબાજુ ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી લોકોને કંપાવી રહી છે.

'ગોળી મારી દઈશ...', બિહારની હાર પર દિલ્હીમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક, બે નેતાઓ બાખડ્યાં, જાણો સમગ્ર મામલો

Image
Image Source: IANS Bihar Assembly Election Results: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં શરમજનક હાર થયા બાદ કોંગ્રેસે ગુરૂવારે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા બે ઉમેદવારો એકબીજા સાથે બાખડી પડ્યા હતા.

આસામમાં બીજા લગ્ન કરવા પર થશે 10 વર્ષની જેલની સજા, વિધાનસભામાં બિલ પસાર, CM સરમાએ કહ્યું- 'આ ઇસ્લામ વિરૂદ્ધ નથી'

Image
Image Source: IANS Assam Assembly Passes Bill to ban Polygamy: આસામ વિધાનસભાએ બહુપત્નીત્વ(બહુવિવાહ) પર પ્રતિબંધ લગાવવા માટે એક બિલ ગુરૂવાર(27 નવેમ્બર, 2025)ના રોજ પસાર કર્યું. આ કાયદા હેઠળ જો કોઈ એવું કરે છે તો તેને ગુનો ગણવામાં આવશે અને કેટલાક અપવાદોને છોડીને તેના માટે વધુમાં વધુ 10 વર્ષની કેદ થઈ શકે છે.

'અમે એક થઈને ફરી વાપસી કરીશું', દ.આફ્રિકા સામે ક્લીન સ્વીપ બાદ ગિલનું નિવેદન

Image
Image Source: IANS Shubman Gill Statement: ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 0-2ની ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ એકજુટતાનો મેસેજ આપ્યો છે. ગરદનની ઇજાના કારણે બહાર રહેનારા ગિલે કહ્યું કે, ટીમ આ મુશ્કેલ સમયથી શીખીને વધુ મજબૂત થઈને વાપસી કરશે.

ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે 3-6 ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ, NOTAM જાહેર

Image
IAF Military Exercise: ભારતે પાકિસ્તાનની બોર્ડરથી જોડાયેલા દક્ષિણી ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાના મોટા સૈન્ય અભ્યાસ માટે એરસ્પેસ રિઝર્વ કરવાનું નોટમ(NOTAM) જાહેર કર્યું છે. આ અભ્યાસ 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. નોટમના અનુસાર, આ એરસ્પેસ રિઝર્વ રાજસ્થાનના જોધપુર અને બાડમેર વિસ્તારથી જોડાયેલો છે. જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચી એર ટ્રાફિક રૂટ્સની નજીક આવે છે. નોટમનો ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાની એર એક્સરસાઇઝ છે.

કેનેડામાં ખાલિસ્તાનીઓ બેફામ, ભારત વિરોધી નારેબાજી, ત્રિરંગાનું અપમાન કરાયું

Image
Canada Khalistan News : કેનેડાના ઓટાવામાં ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા આયોજિત ખાલિસ્તાન જનમત સંગ્રહ દરમિયાન ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ભારત વિરોધી કાર્યક્રમમાં મારી નાખો જેવા સુત્રોચ્ચાર પણ થયા હતા. જ્યારે 23 નવેમ્બરે આખો દિવસ ચાલેલી જનમત સંગ્રહ પ્રક્રિયામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાનો પણ સંગઠને દાવો કર્યો હતો.  કેનેડાના ઓટાવાના મેકબેન કોમ્યુનિટી સેન્ટર પર આ જનમત સંગ્રહની પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેમાં ભાગ લેવા માટે કેનેડાના વિવિધ પ્રાંતો જેમ કે ઓન્ટારિયો, અલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા અને ક્યૂબેકના 50 હજારથી વધુ ખાલિસ્તાની સમર્થકો આવ્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. ભારત દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓ બદલ આ સંગઠન પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

ચીન વિરૂદ્ધ કંઈક મોટું કરવાનું છે યુરોપિયન યુનિયન! રેર અર્થ મિનરલ્સને લઈને આપી ચેતવણી

Image
Image Source: IANS/X European Union Warn China: ચીન વિશ્વમાં દુર્લભ પૃથ્વી ખનિજોનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. આ જ કારણ છે કે તે યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સને પુરવઠા માટે ધમકીઓ આપતું રહે છે.

BIG NEWS| ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, અનેક ફ્લાઈટ્સ રદ; DGCA ઍલર્ટ

Image
Ethiopia Volcanic Eruption: ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટવાની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. તેની રાખ આકાશમાં ઊંચે સુધી ફેલાઇ ગઈ છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે.  દિલ્હી પહોંચ્યું રાખનું વાદળ ઇથિયોપિયાના હાયલી ગુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો.

આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી 'ધર્મ ધ્વજા', PM મોદી અને સાધુ-સંતો પણ થશે સામેલ

Image
Ayodhya Ram Mandir: આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવશે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.  ધ્વજા ચડાવવાનો સંપૂર્ણ કાર્યક્રમ 

ફરી પરમાણુ ટેસ્ટની તૈયારી કરી રહ્યું છે ઈરાન? અમેરિકા અને ઈઝરાયલનું વધશે ટેન્શન

Image
Iran Nuclear Site Rebuilding : ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે. નવેમ્બર-2025ની નવી સેટેલાઈટ તસવીરોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ઈરાન તેની જૂની પરમાણુ હથિયાર સાઈટ ‘તાલેઘાન-2’ (Taleqan-2)નું પુરઝડપે બાંધકામ કરી રહ્યું છે. આ સાઈટ તેહરાન નજીકના પારચિન મિલિટરી કોમ્પ્લેક્સમાં આવેલી છે. પરમાણુ નિષ્ણાતોને ડર છે કે, આ સ્થળે અણુબોમ્બ બનાવવા માટે જરૂરી હાઈ-એક્સપ્લોઝિવ પરીક્ષણો ફરી શરૂ થઈ શકે છે. ઈરાનનો ‘અમાદ પ્લાન’ ફરી શરૂ

કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરશે, ભારતીયોને મોટો ફાયદો થશે

Image
- 'લોસ્ટ કેનેડિયનો'ને રાહત આપતો મહત્વનો સુધારો - નવા નિયમ મુજબ બાળકના જન્મ પહેલા વાલી કેનેડામાં ત્રણ  વર્ષ રહ્યા હોય તેને આપોઆપ નાગરિકતા મળશે   - ફર્સ્ટ જનરેશન નિયમ મુજબ વિદેશમાં જન્મેલા કેનેડિયન માતાપિતાના બાળકો માટે નાગરિકત્વ મેળવવું મુશ્કેલ હતું Canada news : કેનેડા બિલ સી-3 દ્વારા તેના નાગરિકતા કાયદાઓમાં મોટી ફેરબદલ કરશે. આ સુધારાથી હજારો ભારતીય મૂળના પરિવારો તેમજ વિદેશમાં જન્મેલા કેનેડિયનોને લાભ થવાની સંભાવના છે. ઈમિગ્રેશન મંત્રાલયે જાહેર કરેલા બિલનો હેતુ સીસ્ટમમાં લાંબા સમયથી રહેલી વિસંગતીમાં સુધારો કરવાનો તેમજ કેનેડાના નાગરિકતા માળખાને આધુનિક, વૈશ્વિક ગતિશીલ પરિવારોની વાસ્તવિકતા સાથે સુસંગત કરવાનો છે.

'SIR સુધારો નથી, થોપવામાં આવેલો અન્યાય છે', રાહુલ ગાંધીનો ભાજપ અને EC પર મોટો પ્રહાર

Image
Image Source: IANS Rahul Gandhi News: કોંગ્રેસે અલગ-અલગ રાજ્યોમાં મતદાર યાદીના SIRના કામમાં સામેલ બુથ લેવલના અધિકારીઓ(BLO)ના મોતનો મુદ્દો ઉઠાવ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર લખ્યું છે કે, મતદાર યાદીના SIRના નામ પર દેશભરમાં અફરાતફરી મચાવી દીધી છે.

2026માં ભારે કુદરતી તબાહી આવશે, AI બેકાબૂ થઈ જશે, બાબા વેંગાની ચિંતાજનક ભવિષ્યવાણી

Image
- પૂર્વમાં મહાવિનાશક યુદ્ધ શરૂ થશે, આખી દુનિયામાં ફેલાઇ જશે - માનવજાતે કલ્પના નહીં કરી હોય એટલું વિશાળ એલિયન એરક્રાફ્ટ પૃથ્વી પર આવશે પરગ્રહવાસી હુમલો કરશે : ભૂકંપ થશે, જ્વાળામુખી ફાટશે અને ભારે વરસાદ પણ ત્રાટકશે Baba Venga News : 2026ના આગમન આડે સવા મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે 2026માં શું થશે તેની ઉત્સુકતા બધાંને છે. બલ્ગેરિયાની બાબા વાંગાએ 2026 માટે કરેલી આગાહીઓમાં પૃથ્વી પર એલિયન્સનું આગમન, એઆઇ માણસના કાબૂ બહાર જતું રહેશે અને પૂર્વમાં એક મોટું વિનાશક યુદ્ધ છેડાશે જે સમય જતાં આખી દુનિયામાં ફેલાઇ જશે મુખ્ય છે. બાબા વાંગા તેની આગાહીઓ માટે જાણીતી હસ્તી બની રહી હતી.

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બોલ્સોનારોની ધરપકડ, 27 વર્ષની સજા, જાણો શું છે મામલો

Image
Image Source: IANS Brazil's ex-president Bolsonaro Arrested: બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જેયર બોલ્સોનારોની ધરપકડ કરી લેવાઈ છે. તેના પર પોતાના જ દેશમાં તખ્તાપલટનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ ધનખડના સ્વાગત માટે ભાજપના કોઈ નેતા ન આવ્યા, કોંગ્રેસે માર્યો ટોણો

Image
Jagdeep Dhankhar News :  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ચાર મહિના પહેલા ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપનાર જગદીપ ધનખડ ભોપાલની મુલાકાતે આવ્યા, ત્યારે તેમના સ્વાગત માટે ભાજપનો કોઈ પણ નેતા એરપોર્ટ પર હાજર ન રહ્યો. દિગ્વિજય સિંહે આ ઘટનાને ભાજપની "'યુઝ એન્ડ થ્રો' (ઉપયોગ કરો અને ફેંકી દો)" નીતિનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. શું કહ્યું દિગ્વિજય સિંહે?  એરપોર્ટ પર ભાજપના નેતાઓની ગેરહાજરી અંગે પ્રતિક્રિયા આપતા દિગ્વિજય સિંહે કહ્યું, "વાત એ છે કે તેમના (ભાજપ) માટે એ જ વ્યક્તિ મહત્વપૂર્ણ છે જે તેમના કામમાં આવે.

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા

Image
Karnataka Political News : કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાવાની અટકળો વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘રાજ્યની કોંગ્રેસમાં કોઈપણ પ્રકારની ખેંચતાણ અને વિવાદ નથી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે.

UK માં ઈમિગ્રન્ટ્સે PR માટે 5ની બદલે 10 વર્ષ રાહ જોવી પડશે, નવા પ્રસ્તાવથી ભારતીયોને થશે અસર

Image
UK Visa and PR News: યુકેમાં સરકારે ત્યાં કાયમી ધોરણે વસવાટ માટેની સમયમર્યાદા હાલના પાંચ વર્ષથી વધારી બમણી એટલે કે 10 વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આમ યુકેમાં કાયમી વસવાટનો અધિકાર પાંચ વર્ષે મળતો હતો તે દસ વર્ષે મળશે. તેના કારણે ખાસ કરીને યુકેમાં રહેતા ભારતીયોને ફટકો પડશે જે ત્યાં ઇન્ડિફિનિટ લીવ ટુ રિમેઇન (આઇએલઆર)માં પાંચ વર્ષ પૂરા કરવાની રાહ જોઈ રહ્યા છે. ગૃહપ્રધાન શબાના મહેમૂદે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે યુકેમાં સેટલ થવુ તે અધિકાર નથી, પરંતુ વિશેષાધિકાર છે. હાલમાં પાંચ વર્ષમાં ઓટોમેટિક આઇએલઆરના નિયમમાં મોટાભાગના અરજદાર માટે આ સમયમર્યાદા બમણી કરી દેવામાં આવી છે.

કર્ણાટક કોંગ્રેસમાં ફરી વિવાદ, શિવકુમારના નજીકના ધારાસભ્યોએ દિલ્હી ધામા નાખ્યા, CM બદલવાની માગ

Image
Image Source: IANS Karnataka Congress Crisis: કર્ણાટકની રાજનીતિમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક સંઘર્ષ હવે ખુલીને સામે આવવા લાગ્યો છે.

નીતીશ કુમાર આજે રેકોર્ડ 10મી વખત લેશે બિહારના CM પદના શપથ, સંભવિત મંત્રીઓના નામ જાહેર

Image
Bihar CM News : જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમાર આજે, ગુરુવાર, 20 નવેમ્બરના રોજ, પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક ભવ્ય સમારોહમાં રેકોર્ડ દસમી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે તૈયાર છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે, જે આ સમારોહના મહત્વને દર્શાવે છે. 74 વર્ષીય નેતા નીતીશ કુમારને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન શપથ લેવડાવશે. Nitish Kumar swearing-in ceremony LIVE UPDATES :  જેડીયુના સંભવિત મંત્રીઓની યાદી 

યુક્રેનના ટર્નોપિલ શહેર પર રશિયાનો સૌથી મોટો ડ્રોન હુમલો, 6 બાળકો સહિત 25 લોકોના મોત

Image
Image Source: Volodymyr Zelenskyy/X Russia Attack on Ukraine: રશિયાએ યુક્રેનના ટર્નોપિલ શહેરમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. હુમલામાં અત્યાર સુધીમાં 4 બાળકો સહિત 25 લોકોના મોત થયા છે.

AI પર આંખ મીંચીને વિશ્વાસ ના કરવો, કોઈ કંપની તેની અસરથી નહીં બચે : સુંદર પિચાઈની ચેતવણી

Image
Sundar Pichai on Ai   : અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે આગામી દાયકામાં ટેક્સાસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં ૪૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે ત્યારે ગૂગલના જ સીઈઓ સુંદર પિચાઈએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સામે આંખ મીંચીને વિશ્વાસ કરતા યુઝર્સને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, એઆઈ જે પણ કંઈ બતાવે છે તેના પર આંધળો વિશ્વાસ કરવો જોઈએ નહીં. ઉપરાંત એઆઈમાં રોકાણનો ફુગ્ગો ફાટશે ત્યારે ગૂગલ સહિત કોઈપણ કંપની તેની વિપરિત અસરોથી બચી શકશે નહીં. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ લોકોને ચેતવણી આપતા કહ્યું કે, એઆઈ જે પણ કંઈ બતાવે છે તેના પર આંખ મિંચીને વિશ્વાસ કરવો જોઈએ નહીં. હાલના એઆઈ મોડેલ ભૂલો કરી શકે છે, તેથી તેનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ.

દિલ્હી બ્લાસ્ટ : EDએ અલ ફલાહ યુનિવર્સિટીના ફાઉન્ડરની ધરપકડ કરી, અનેક પુરાવા મળ્યા

Image
Al Falah University Founder Javad Siddiq Arrested : પ્રવર્તન નિર્દેશાલય (ED)એ મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરીને અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક સભ્ય અને અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકીની મંગળવારે (18 નવેમ્બર) ધરપકડ કરી છે. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ (Delhi Car Blast)ના આરોપીઓનું કનેક્શન આ યુનિવર્સિટી સાથે સામે આવ્યા બાદ તે ચર્ચામાં હતી. ખોટા દાવા અને ફંડની હેરાફેરીના આરોપ ED દ્વારા દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની બે FIRના આધારે આ તપાસ શરૂ કરાઈ હતી. FIRમાં આરોપ હતો કે, યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરવા માટે NAAC માન્યતા અને UGC 12(B) સ્ટેટસના ખોટા દાવા કર્યા હતા.

ભારતમાં હમાસ જેવા હુમલાની તૈયારી હતી! ડ્રોન-રોકેટ બનાવતા આતંકવાદીની ધરપકડ

Image
NIAએ એક દિવસ પહેલા જ આત્મઘાતી હુમલાખોર ડૉ.ઉમરના સાથી આમિર રાશિદ અલીની ધરપકડ કરી હતી Delhi Blast Case : દિલ્હી વિસ્ફોટ મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે.

બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે

Image
દર વખતે ચૂંટણી જીતનારા અનંતસિંહ સામે સૌથી વધુ 28 ક્રિમિનલ કેસ  મૈથિલી ઠાકુર સૌથી યુવા વયની ધારાસભ્ય, મહિલા પ્રતિનિધિઓની સંખ્યા 26થી વધીને 29 પર પહોંચી Bihar Election result: બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં કેટલાકની ભારે ચર્ચા થઇ રહી છે. કોઇ સૌથી યુવા તો કોઇ સૌથી વધુ ગુનાહિત કેસો ધરાવતા ધારાસભ્યો છે. મહિલાઓએ નીતીશ કુમારને ફરી સત્તા સોંપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. જોકે મહિલા ધારાસભ્યોની સંખ્યા અગાઉ કરતા માત્ર ત્રણ જ વધી છે.

મહાગઠબંધનની પાર્ટીઓ જે બેઠકો પર એકબીજા સામે લડી ત્યાં હારી! NDAએ જીતી તમામ 11 બેઠકો

Image
Bihar Election Result : બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-જેડીયુના ગઠબંધન NDAની ભવ્ય જીત થઈ છે, જ્યારે આરજેડી-કોગ્રેસની મહાગઠબંધનની શરમજનક હાર થઈ છે. આમ તો મહાગઠબંધનના સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણી થઈ હતી, છતાં 11 બેઠકો પર બંને પક્ષોના ઉમેદવારો સામ-સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેના કારણે બંને પક્ષોએ 11 બેઠકો ગુમાવવી પડી છે અને તે તમામ બેઠકો પર એનડીએનો વિજય થયો છે. મહાગઠબંધને આ 11 બેઠકો પર સામસામે ઉમેદવાર ઉતારવા ભારે પડ્યા મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)એ સાત બેઠકો વૈશાલી, રાજાપાકડ (સુરક્ષિત), બેલદૌર, કહલગાંવ, સુલ્તાનગંજ, ચૈનપુર અને કરગહર બેઠકો પર જીત મેળવી છે. જ્યારે ભાજપે ત્રણ બેઠકો બિહારશરીફ, બછવાડા અને નરકટિયાગંજ બેઠક પર વિજય મેળવ્યો છે.

‘મારું નિવેદન પાર્ટી-વિરોધી નહીં, દેશહિતમાં હતું...’, સસ્પેન્ડ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહનું ભાજપમાંથી રાજીનામું

Image
RK Singh Respond on Suspension from BJP : ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. સવારે જ પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને 'કારણ બતાવો નોટિસ' (Show-Cause Notice) ફટકારવામાં આવી હતી. જેના ગણતરીના કલાકો બાદ જ આર.કે.

IPL 2026 : જાડેજા હવે RRમાં, સંજુ સેમસનનો CSKમાં સમાવેશ, જોઈ લો કયા કયા ખેલાડીની આપ-લે થઇ

Image
IPL 2026: TATA IPL 2026ની રિટેન્શન ડેડલાઇન પહેલા, ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કેટલાક મોટા ખેલાડીઓના ટ્રેડ પર સહમતિ બની છે. આ ટ્રેડથી ઘણાં સ્ટાર ખેલાડીઓ નવી ટીમમાં રમતા જોવા મળશે. ચાલો જોઈએ કે કયા ખેલાડી કઈ ટીમમાં ગયા. 1. રવીન્દ્ર જાડેજા

શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 7ના મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Image
Srinagar Blast News : દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ હવે જમ્મુ-કાશ્મીરના દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન ખાતે શુક્રવારે રાતે એવી ઘટના બની જેની કલ્પના પણ નહોતી કરી. અહીં એક એવો પ્રચંડ બ્લાસ્ટ થયો કે જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને ધડાકાનો અવાજ લગભગ અનેક કિ.મી. સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટમાં સાત લોકોના મોતના અહેવાલ છે. 

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની 202 બેઠકો પર શાનદાર જીત, મહાગઠબંધન 35 પર સમેટાયું

Image
Bihar Election Results 2025 : બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચૂક્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) એ શાનદાર જીત મેળવી. ચૂંટણીના પરિણામ મુજબ, બિહારમાં NDA 202 બેઠક પર જીત સાથે ફરી સરકાર બનાવશે. NDA ની પાર્ટી ભાજપ 89 બેઠકો પર જીત સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. આ ઉપરાંત, NDA ના બીજા પક્ષોની વાત કરીએ તો, નીતિશ કુમારની પાર્ટી JDU ને 85 બેઠક, ચિરાગ પાસવાનની પાર્ટી LJPR ને 19   બેઠક, જીતન રામ માંજીની પાર્ટી HAM ને 5 બેઠક અને RLM ને 4 બેઠક પર જીત મળી છે.

દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ 'થ્રીમા' પર રચ્યું હતું ષડયંત્ર

Image
Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ અધિકારીઓના અનુસાર, ફરીદાબાદ ખાતે અલ-ફલાહ યુનિવર્સિટીથી જોડાયેલા ત્રણ ડોક્ટરોએ આ ષડયંત્રમાં ભાગ લીધો હતો અને તેઓ સ્વિસ એપ 'થ્રીમા'ના માધ્યમથી એકબીજા સાથે સંપર્કમાં હતા. ગુરૂવારે પોલીસે આ વાતની માહિતી આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ ત્રણેય શંકાસ્પદ (ડૉ. ઉમર ઉન નબી, ડૉ. મુઝમ્મિલ ગનઈ અને ડૉ.

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જતા મોત

Image
Pune, Navale Bridge Truck  Accident : મહારાષ્ટ્રના પુણેના નવલે બ્રિજ પર ગુરુવારે (13 નવેમ્બર) એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના સતારા-મુંબઈ લેન પર સેલ્ફી પોઈન્ટ પાસે થઈ છે. Pune, Maharashtra: DCP Sambhaji Kadam says, "Six people have died in the incident. Rescue operations are ongoing.

અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું શટડાઉન સમાપ્ત, 43 દિવસ ફંડ વિના રહી ટ્રમ્પ સરકાર, આખરે બજેટ પાસ

Image
US Shutdown: અમેરિકાના ઇતિહાસનો સૌથી લાંબો સરકારી શટડાઉન આખરે 43 દિવસ બાદ સમાપ્ત થયો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ખર્ચ બિલ (Spending Bill) પસાર કર્યું છે, જેનાથી ફંડના અભાવે ઠપ્પ પડેલી સરકારી કામગીરી ફરી શરૂ થશે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 222-209 મતોથી આ ખર્ચ બિલ પસાર કર્યું હતું. હવે આ બિલને અંતિમ મંજૂરી માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવશે, જેના પર તેની મહોર લાગતાં જ ઐતિહાસિક શટડાઉન સત્તાવાર રીતે સમાપ્ત થશે. રિપબ્લિકનને ડેમોક્રેટ્સનો સાથ મળ્યો

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ

Image
Delhi Red Fort Blast: દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે પુષ્ટિ કરી છે કે હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટક હતો અને તે કારમાં આતંકવાદી ડૉક્ટર ઉમર નબી ઉર્ફે ઉમર મોહમ્મદ જ સવાર હતો. કારના કાટમાળ પર મળેલા DNAના આધારે આતંકવાદી ઉમર નબીની પુષ્ટિ થઈ છે, તેના સેમ્પલ તેના પરિવાર સાથે 100 ટકા મેચ થયા છે. જે બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ બ્લાસ્ટ ઉમર નબીએ જ કર્યો હતો જેના કારણે 12 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે 20 ઈજાગ્રસ્ત થયા.  પોલીસ કાર્યવાહીથી ગભરાઈને ઉતાવળમાં કર્યો બ્લાસ્ટ? 

VIDEO: દિલ્હી બ્લાસ્ટનો નવો વીડિયો, ટ્રાફિકમાં થયેલો ભયંકર વિસ્ફોટ CCTVમાં કેદ

Image
Delhi blast :  દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર બ્લાસ્ટનો નવો CCTV વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, વાહનોની ધીમી ગતિએ ચાલતી લાઇન વચ્ચે વિસ્ફોટ થયો હતો. જે i-20 કારમાં વિસ્ફોટ થયો હતો, જે ધીરે ધીરે રેડ લાઈટ પાસે આવી રહી હતી. ટ્રાફિકમાં ચાલતી કારમાં અચાનક વિસ્ફોટ થાય છે, જેના કારણે નજીકના વાહનોને ભારે નુકસાન થાય છે. વિસ્ફોટ થયેલી કારની આસપાસના છ કે સાત વાહનોના ટુકડા થઈ જાય છે.

બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

Image
Shakeel Ahmad Resign From Party News :  બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. શકીલ અહમદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું અને જણાવ્યું કે તેમણે આ નિર્ણય "ભારે હૃદયે" લીધો છે.

કંગાળ પાકિસ્તાનમાં શિક્ષણ વિભાગના કર્મીઓનો 28 મહિનાથી પગાર ન થતાં મોટાપાયે દેખાવ

Image
- આરોગ્ય, શિક્ષણ માટે મળતી વિદેશી સહાય પાક. આતંકીઓને આપે છે - કંગાળ પાકિસ્તાનમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓને પગાર નહીં મળતાં સિંધ-હૈદરાબાદમાં શિક્ષકો પ્રેસ કલબ સામે 14 દિવસથી ધરણા પર Pakistan News : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી કથળી છે કે તેના શિક્ષણ વિભાગના કર્મચારીઓને 28 મહિનાથી વેતન નથી મળ્યું. આથી નારાજ કર્મચારીઓ સડક પર ઉતર્યા છે. પગાર માગે છે.

દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડીશું નહીં, હું આખી રાત એજન્સીઓના સંપર્કમાં હતો: ભુતાનથી PM મોદીની પ્રતિક્રિયા

Image
PM Modi First Reaction on Delhi Car Blast:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનના પ્રવાસ દરમિયાન સોમવારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવાર પ્રત્યે સંવેદનાઓ પાઠવી છે.  દિલ્હીની ઘટનાનો કર્યો ઉલ્લેખ  પીએમ મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું.

Bihar Election LIVE : બિહારમાં 9 વાગ્યા સુધી 14.55% મતદાન, પોલિંગ બૂથ પર મતદારોની મોટી ભીડ

Image
Bihar Election 2nd Phase Voting: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 122 બેઠકનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. આ મતદાનમાં 3.70 કરોડ મતદાતાઓ નીતિશકુમારની સરકારના અડધા ડઝન મંત્રીઓ સહિત કુલ 1302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ,  અરેરિયા અને કિશનગંજ સહિત 11 જિલ્લામાં મતદાન થશે. બધા વિસ્તાર નેપાળની સાથે સરહદ ધરાવતા ક્ષેત્ર છે.

દિલ્હી બ્લાસ્ટ : PM મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

Image
Delhi Car Blast : દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક પાર્ક કરેલી કારમાં થયેલા ભયાનક વિસ્ફોટથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ગૃહમંત્રી સાથે પરિસ્થિતિની માહિતી મેળવી

'વધારે પડતી ઠંડી કે ગરમી હાર્ટ ફેલ્યોરનું જોખમ વધારે છે..', રિસર્ચના આધારે વિજ્ઞાનીઓની ચેતવણી

Image
Climate Change News : વિશ્વભરમાં ક્લાઈમેટ ચેન્જની વરવી અસરો જોવા મળી રહી છે. આ દરમિયાન સ્વીડનના એક રિસર્ચ રિપોર્ટના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે, અતિ ઠંડા કે અતિ ગરમ વાતાવરણમાં હાર્ટ ફેલ્યોરથી મોતનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. 2025માં હીટવેવના દિવસોમાં એવરેજ 30 દિવસનો વધારો નોંધાયો હતો. ત્યારે, આ ડેટાએ ચિંતા વધારી છે.  

ગુજરાતમાં પકડાયેલા ISISથી જોડાયેલા ત્રણેય આતંકીઓનો શું હતો પ્લાન? જાણો ક્યાં-ક્યાં હુમલો કરવાની ફિરાકમાં હતા

Image
Gandhinagar News: ગુજરાત ATS અને કેન્દ્રીય એજન્સીઓએ સંયુક્ત અભિયાનમાં ત્રણ આતંકવાદીઓએ ધરપકડ કરીને મોટો ખુલાસો કર્યો છે. આ આતંકવાદીઓમાં ચીનથી MBBS કરી ચૂકેલા 35 વર્ષીય ડોક્ટર અહમદ મોહિઉદ્દીન સૈયદ પણ સામેલ છે, જે ISKPથી જોડાયેલા વિદેશમાં બેઠેલા કટ્ટરપંથીઓના સંપર્કમાં હતા. અહમદની સાથે તેમના બે સાથીઓ મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી પણ પકડાયા છે. ATSના અનુસાર, આ ત્રણેય અમદાવાદ, લખનઉં અને દિલ્હીમાં આતંકવાદી હુમલાની તૈયારીઓ કરી રહ્યા હતા અને તેમને લાંબા સમયથી દેખરેખમાં રખાયા હતા. ગુજરાત ATSએ દાવો કર્યો કે, ત્રણેય આતંકવાદીઓની એક વર્ષથી વધુ સમયથી દેખરેખ કરાઈ રહી હતી.

બિહાર ચૂંટણી વચ્ચે તેજ પ્રતાપને મળી Y-Plus સુરક્ષા, ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય

Image
Tej Pratap Yadav Y-Plus Security : બિહાર ચૂંટણી વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ(RJD)પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા અને જનશક્તિ જનતા દળના સંસ્થાપક તેજ પ્રતાપ યાદવને કેન્દ્ર સરકારે  Y-Plus કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ CRPFની ટીમ દ્વારા તેમને સુરક્ષા કરવામાં આવશે. VIP પ્રોટેક્શન લિસ્ટ મુજબ તેજ પ્રતાપ યાદવને સુરક્ષા અપાઈ છે. જાણવા મળ્યું છે કે, સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેજ પ્રતાપે ચૂંટણી પંચની મુલાકાત લીધી

‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા

Image
India Raction On Donald Trump Claim : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર ગુપ્ત પરમાણુ પરીક્ષણો કરવાના કરેલા ચોંકાવનારા દાવાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચ્યો છે. ટ્રમ્પે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, રશિયા-ચીન-ઉત્તર કોરિયાની સાથે પાકિસ્તાન પણ ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. હવે આ મામલે ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનનો ઈતિહાસ જ ગેરકાયદે : ભારત વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનનો ઈતિહાસ જ ગેરકાયદે અને છૂપી પરમાણુ પ્રવૃત્તિઓથી ભરેલો રહ્યો છે અને ભારત આ અંગે હંમેશા વિશ્વને ચેતવતું રહ્યું છે.

મુંબઈના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ટ્રેન નીચે આવી જતા ત્રણ મુસાફરોના મોત

Image
Mumbai Train Accident : મુંબઈના મુખ્ય રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે ગુરુવારે સાંજે (6 નવેમ્બર) રેલવે કર્મચારીઓની હડતાળના કારણે લોકલ ટ્રેન સેવાઓ ખોરવાતાં એક દર્દનાક અકસ્માત થયો હતો. સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર ચાલી રહેલા મુસાફરોને એક તેજ ગતિવાળી ટ્રેને ટક્કર મારતાં ત્રણ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. હડતાળના કારણે હજારો મુસાફરો ટર્મિનસ પર ફસાયા આ ઘટના ગુરુવારે સાંજે 5.50 વાગ્યાથી 6.