કેનેડામાં ખાલિસ્તાનીઓ બેફામ, ભારત વિરોધી નારેબાજી, ત્રિરંગાનું અપમાન કરાયું


Canada Khalistan News : કેનેડાના ઓટાવામાં ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા આયોજિત ખાલિસ્તાન જનમત સંગ્રહ દરમિયાન ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ભારત વિરોધી કાર્યક્રમમાં મારી નાખો જેવા સુત્રોચ્ચાર પણ થયા હતા. જ્યારે 23 નવેમ્બરે આખો દિવસ ચાલેલી જનમત સંગ્રહ પ્રક્રિયામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાનો પણ સંગઠને દાવો કર્યો હતો. 

કેનેડાના ઓટાવાના મેકબેન કોમ્યુનિટી સેન્ટર પર આ જનમત સંગ્રહની પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેમાં ભાગ લેવા માટે કેનેડાના વિવિધ પ્રાંતો જેમ કે ઓન્ટારિયો, અલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા અને ક્યૂબેકના 50 હજારથી વધુ ખાલિસ્તાની સમર્થકો આવ્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. ભારત દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓ બદલ આ સંગઠન પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો