AI પર આંખ મીંચીને વિશ્વાસ ના કરવો, કોઈ કંપની તેની અસરથી નહીં બચે : સુંદર પિચાઈની ચેતવણી

Sundar Pichai on Ai : અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે આગામી દાયકામાં ટેક્સાસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં ૪૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે ત્યારે ગૂગલના જ સીઈઓ સુંદર પિચાઈએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સામે આંખ મીંચીને વિશ્વાસ કરતા યુઝર્સને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, એઆઈ જે પણ કંઈ બતાવે છે તેના પર આંધળો વિશ્વાસ કરવો જોઈએ નહીં. ઉપરાંત એઆઈમાં રોકાણનો ફુગ્ગો ફાટશે ત્યારે ગૂગલ સહિત કોઈપણ કંપની તેની વિપરિત અસરોથી બચી શકશે નહીં.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ લોકોને ચેતવણી આપતા કહ્યું કે, એઆઈ જે પણ કંઈ બતાવે છે તેના પર આંખ મિંચીને વિશ્વાસ કરવો જોઈએ નહીં. હાલના એઆઈ મોડેલ ભૂલો કરી શકે છે, તેથી તેનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ.
Comments
Post a Comment