કુદરતના અનેક રૂપ, કાશ્મીરમાં ઠંડી તો દિલ્હીમાં જીવલેણ પ્રદૂષણ, દક્ષિણમાં વરસાદની ચેતવણી

- હવામાનમાં અચાનક પલટો : સેન્યોર વાવાઝોડું નરમ પડયું, હવે દિતવાહ ચક્રાવાતનું જોખમ
- દિલ્હીમાં સતત 14મા દિવસે હવાનું પ્રદૂષણ 'અત્યંત ખરાબ' કેટેગરીમાં મુંબઈમાં કન્સ્ટ્રક્શન ધૂળ અને ઝેરી રજકણોથી પ્રદૂષણ વકર્યું
- સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિને હેલ્થ ઈમર્જન્સી ગણાવી, નિષ્ણાતો પાસેથી સમાધાન માગ્યું
Wather News : દેશભરમાં ગુરુવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. સેન્યોર વાવાઝોડું નરમ પડયું છે, પરંતુ બંગાળની ખાડીમાં હવે દિતવાહ ચક્રવાત સર્જાઈ રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બીજીબાજુ ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી લોકોને કંપાવી રહી છે.
Comments
Post a Comment