Posts

GK & Current Affairs Quiz: January 31, 2019

Image
GKToday's Daily Quiz January 31, 2019 with questions, answers, explanation and notes on important National and International current affairs and current events for SSC, Bank Clerical, Bank PO, State PSC, CLAT, Railway, State and Union Public Service Examinations.

રામ મંદિર નિર્માણ મામલે ભાજપની વ્યૂહરચના બદલાઇ છે?

Image
- બિનવિવાદિત જમીન તેના માલિકોને સુપરત કરવાની અપીલ કરવા પાછળ ભાજપનો ગેમપ્લાન શો છે એ વિશે અટકળો - ગત લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો વાયદો કર્યો હતો પરંતુ સત્તામાં આવ્યાને પાંચ વર્ષ પૂરા થવા આવ્યા હોવા છતાં મોદી સરકારે મંદિર નિર્માણની દિશામાં કોઇ પગલાં લીધા નથી અયોધ્યાના રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ મામલે કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને ૬૭ એકર બિનવિવાદિત જમીન તેના માલિકોને પાછી આપવાની અનુમતિ માંગી છે. સરકારે પોતાની યાચિકામાં કહ્યું છે કે અયોધ્યા મામલામાં માત્ર ૦.૩૧૩ એકર જમીન જ વિવાદાસ્પદ છે અને બાકીની જમીન ઉપર યથાસ્થિતિ રાખવાની જરૂર નથી. અયોધ્યામાં વિવાદિત જમીનને લઇને કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. ગયા મંગળવારે પાંચ જજોની બેન્ચ આ મામલે સુનાવણી કરવાની હતી પરંતુ એમાં ફરી વખત મુદ્દત પડી છે. એવામાં મોદી સરકાર આ અરજી દ્વારા એવો સંદેશ આપવા માંગે છે કે તે રામ મંદિર નિર્માણ માટે ગંભીર છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં મામલો હોવાના કારણે કશું કરી શકવાને લાચાર છે.  ૧૯૯૨માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ કેન્દ્રમાંની તત્કાલિન નરસિમ્હા રાવ સરકારે સમગ્ર...

દિલ્હીની વાતઃમંદિર અંગે સરકારની દાનત ખરી નથી

Image
મંદિર અંગે સરકારની દાનત ખરી નથી નવી દિલ્હી,તા. 30 જાન્યુઆરી 2019, બુધવાર સંઘ પરિવારના વરિષ્ઠ આગેવાનો કહે છે કે બાબરી મસ્જીદ પાસેને વધારાની જમીન હસ્તગત કરી તેના મૂળ માલીકોને આપવાની સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી માંગવાની ચાલ સંતો દ્વારા વિવાદાસ્પદ જમીન પર ભેગા નહીં થવા દેવાની ચાસ છે. સરકારને ડર છે કે કુંભ મેળાની ચોથી ફેબુ્રઆરીએ  સમાપ્તી પછી સાધુઓ અયોધ્યામાં ભેગા થશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થશે જેના કારણે ઉત્તર પ્રદેશની સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જાણકારો કહે છે કે સરકારની દાનત એવી છે કે જેઓ મંદિર નિર્માણની માગ કરી રહ્યા છે તેમનો ગુસ્સો  શાંત કરી શકાય. મંદિર વિરૂધ્ધ વિકાસ એક અન્ય ભય જે સંઘ પરિવાર અને ભાજપને સતાવી રહ્યો છે તે એ કે ભાજપ-સંઘના નેતાઓ માની રહ્યા છે કેજો ૨૦૧૯ની  લોકસભાની ચૂંટણીમાં તેઓ વિકાસને બદલે મંદિર મુદ્દે  ચૂંટણી લડશે તો ભાજપનો દેખાવ સારો નહીં જહોય. આના કારણે ભાજપની ચિંતા વધી છે કે સંતો અને સંઘના સમર્થકોએ ભાજપને ધકેલવા મન બનાવી લીધું છે. આ બંને જુથો એ ધમકી આપી હતી કે સરકારને જે કરવું હોય તે કરે અમે મંદિરના માગ કરતા જ રહીશું. અમીત...

ટ્રોજન હોર્સ ગડકરી .

Image
છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આશ્ચર્યજનક રીતે મોદી વિરોધી પ્રવાહમાં આગળ વધી રહ્યા છે. હવામાન તો એવું છે કે તેમના મનમાં વડાપ્રધાન થવાનો ખુશનુમા ખયાલ કોઈએ પ્લાન્ટ કરેલો છે. હવે તેઓ ભાજપમાં ટ્રોજન હોર્સની વ્યાખ્યાની બહુ નજીક પહોંચી ગયા છે. મિસ્ટર ગડકરી પોતે જોકે વ્યક્તિગત રીતે એવા નથી કે વડાપ્રધાનની રેસમાં ઉતરે.  તેમનો પોતાનો અગ્રતાક્રમ પણ હમણાં સુધી તો એવો ન હતો, પરંતુ હવે તેઓ ઝડપથી વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠાને જાણે કે આક્રમક તલવારની ધારથી કાપવા માટે ઉતાવળા થયા છે. આખો દેશ અત્યારે ભાજપના મુખ્ય મંચની બાજુના એક નાના પેટામંચ પર આ નાટક જોઈ રહ્યો છે. અગાઉ પણ તેમણે એવા નિવેદનો કરેલા જ છે કે જેનાથી ભાજપમાં ક્ષોભજન્ય સ્થિતિમાં મુકાય. હમણા તેમણે નાગપુરમાંથી કરેલું વ્યાખ્યાન વડાપ્રધાન મોદીના સિદ્ધ આસનને ઝૂલતા મિનારામાં રૂપાંતરિત કરનારું છે.  રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન મોદીના વિકલ્પ અંગે જાણે કે સત્તાવાર સ્વાધ્યાય ચાલુ થયો હોય એવું દેખાય છે. ભાજપમાં જ એક મોટો વર્ગ છે કે જે હવે નીતિન ગડકરીને વડાપ્રધાન અથવા તો મિનિમમ નાયબ વડાપ્રધાન ...

જ્યોર્જ ફર્નાન્ડીસઃ જનપ્રિય વિદ્રોહીથી લઈને કમજોર કેન્દ્રીય પ્રધાન સુધી

Image
કોમરેડ જ્યોર્જનું એન્કાઉન્ટર ન થાય તે માટે બ્રિટનના વડા પ્રધાને ઇંદિરા ગાંધીને ફોન કરીને ચેતવણી આપી હતી તટસ્થ શ્રદ્ધાંજલિ એને જ કહે છે જેમાં વ્યક્તિના ગુણ અને અવગુણ બંને તરફ ઇંગિત કરવામાં આવે, જેમાં તેની સિદ્ધિઓ પણ વર્ણવવામાં આવે અને જેમાં તેમની ભૂલો પણ આંગળી મૂકીને બતાવાય. જેમાં તેમના પ્લસ અને માઇનસ બંને ઝૂમ ઇન કરાય. દેશના દિગ્ગજ નેતા જ્યોર્જ ફર્નાન્ડીસના નિધન નિમિત્તે લખાયેલા આ આર્ટિકલમાં એ જ પ્રકારનો ઉપક્રમ રહેશે. તેમનું જીવનકર્મ જનપ્રિય વિદ્રોહીથી લઈ કમજોર કેન્દ્રીય પ્રધાન સુધી વિસ્તરેલું હતું. હા, બેશક તેઓ દેશને એક રાજકીય વારસો આપીને ગયા છે. તેમનો જન્મ મેંગલોરમાં ૧૯૩૦માં થયો હતો. માતાને બ્રિટનના રાજા પંચમ જ્યોર્જ ખૂબ ગમતા હોવાથી દીકરાનું નામ જ્યોર્જ રાખ્યું હતું. પાદરી બનવાનો વિચાર હતો, પરંતુ તાલીમ દરમિયાન અન્ય પાદરીઓના વાણી અને વર્તનમાં તફાવત જોઈ હરિરસ ખાટો થઈ ગયો. ૧૯ વર્ષની ઉંમરે કામની શોધમાં મુંબઈ આવેલા. બાંકડા પર સૂઈ રહેતા. અડધી રાતે પોલીસ આવીને જગાડે તો ઊઠીને બીજા બાંકડે જઈને સૂઈ જતા. છેવટે પ્રુફ રીડરની નોકરી મળતા છાપરાંની પણ વ્યવસ્થા થઈ રહી. એ સમયે મુંબઈ રાજકીય રીતે ખૂ...

ધારાસભ્યો 'લાઈન ક્રોસ' કરતા હોવાથી મુખ્યમંત્રી ગેંડાસ્વામી ગોલબદન પરેશાન

Image
મુખ્યમંત્રી ગેંડાસ્વામી ગોલબદને એક વખત રડતા રડતા એવું કહ્યું હતું કે 'હું ગઠબંધનનું વિષ પી રહ્યો છું!' તે પછી સાથીપક્ષે ગેંડાસ્વામીને થોડો વખત સાચવ્યા હતા, પણ ફરી વખત ધારાસભ્યોએ ગેંડાસ્વામીએ દોરેલી 'લાઈન ક્રોસ' કરી નાખી એટલે મુખ્યમંત્રી નારાજ થયા હતા. 'મુખ્યમંત્રી ગેંડાસ્વામી ગોલબદન ખરેખર બહુ પરેશાન લાગે છે યાર!' ઠંડીના માહોલમાં કૂણાં તડકાની મજા માણતા બકુલેશકુમાર બળદ સામે જોઈને પાડાકુમાર પંચાતિયાએ પંચાત માંડી! 'કેમ શું થયું? ફરીથી જાહેરમાં રડી પડયા?' બકુલેશકુમાર બળદે પૂછ્યું. 'ના. આ વખતે રડયા નથી, પરંતુ ટ્વીટ કરીને ધારાસભ્યોને ધમકી આપી છે' પાડાકુમાર પંચાતિયાએ મોબાઈલમાં જોઈને ટ્વીટ વાંચી સંભળાવી. 'થોડા દિવસ પહેલાં તો મુખ્યમંત્રી ગેંડાસ્વામી ગોલબદને એવું ય કહ્યું હતું કે હું તો કહેવા માત્રનો મુખ્યમંત્રી છું, નહીંતર કામ તો ક્લાર્કનું કરું છું' બંને વાત કરતા હતા ત્યાં મસ્તરામ મોરની એન્ટ્રી થઈ હતી. મસ્તરામે વાતમાં રસ લીધો, 'ગેંડાસ્વામીએ એવું કહ્યું હતું કે ગઠબંધનના સાથીદારો મારા કહેવામાં નથી. એમના આદેશને માનવા સિવાય મારી પાસે કોઈ વિકલ...

કાલેે બજેટ: મધ્યમ વર્ગને ટેક્ષ લિમિટ- રાહતની અપેક્ષા

Image
આવતીકાલના બજેટ પર દરેક ક્ષેત્રની નજર છે. કૃષિ ક્ષેત્ર નવી રાહત માંગે છે, ટેક્ષટાઈલ ક્ષેત્ર નવી નીતિ ઝંખે છે તો નોકરીયાત વર્ગ ટેક્ષ લીમીટમાં વધારો ઈચ્છે છે. સરકાર શું રાહત આપવા માંગે છે તેનો કોઈ ખુલાસો નથી થયો પણ ૨૦૧૯ના લોકસભા જંગ અગાઉનું આ બજેટ હોઈ તે ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવે છે. વિરોધ પક્ષો કહે છે કે બજેટમાં કોઈ રાહતની જાહેરાત ના કરવી જોઈએ કેમકે ચૂંટણી પૂર્વેના બજેટ લેખાનુદાન હોવું જોઈએ. બજેટમાં કોઈ રાહતની જાહેરાત ના થવી જોઈએ એમ ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ્ અને યશવંતસિંહાએ કહ્યું છે. કોંગ્રેસના મનીષ તિવારીએ પણ સરકારને ચેતવી છે કે આ બજેટ લેખાનુદાન હોઈ તેને ફુલ-ફ્લેથ બજેટ તરીકે રજૂ ના કરી શકાય.  ૨૦૧૯ના લોકસભાના જંગમાં જે સરકાર રચાશે તે ફુલ-ફ્લેથ બજેટ રજૂ કરી શકે છે. આ વિવાદ છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહ્યો છે. નાણા મંત્રાલયે તો શીરો ખાઈને બજેટની તૈયારી કરી લીધી હતી. નાણાપ્રધાન અરૂણ જેટલી બિમાર છે અને અમેરિકામાં સારવાર લઈ રહ્યા છે. તેમની જગ્યાએ પીયુષ ગોએલ બજેટ બહાર પાડશે. નાણા મંત્રાલયનો હવાલો પણ પિયુષ ગોએલ પાસે છે. ગઈ ત્રીજી ડિસેમ્બરથી જ સમાચાર માધ્યમોને નોર્થ બ્લોકમા...