Posts

રાષ્ટ્રપ્રમુખ બન્યા પહેલા ટ્રમ્પને સજા સંભળાવશે કોર્ટ? પોર્ન સ્ટારને નાણાં આપી ચૂપ કરાવવાનો છે આરોપ

Image
- ટ્રમ્પ પર પોર્ન સ્ટાર્સને નાણાં આપી ચૂપ રાખવાનો આરોપ - ટ્રમ્પના વકીલોની સ્ટેટ અપીલ્સ કોર્ટમાં જજ જુઆન  મર્ચનના ગયા સપ્તાહના આદેશને પડકારવાની તૈયારી  અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ જજને 10 જાન્યુઆરીએ સજા ન સંભળાવવાની અપીલ કરી છે. આ કેસમાં ટ્રમ્પ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે  પોર્ન સ્ટાર્સને નાણાં આપીને ચૂપ રહેવા જણાવ્યું હતું.  10 જાન્યુઆરીએ ટ્રમ્પને પોતાને કોર્ટમાં હાજર રહેવું પડશે.

ભારત સાથે પંગો, ખાલિસ્તાની પ્રોપગેન્ડા, ટ્રમ્પ-મસ્કનો ઝટકો... કેનેડાના PM ટ્રુડોની ગેમ આવી રીતે થઈ ફિનિશ

Image
Canada PM Justin Trudeau Resignation Reason : ખાલિસ્તાની પ્રોપગેન્ડા અને ભારત વિરોધી એજન્ડાના દમ પર પોતાની રાજકીય કારકિર્દી ચમકાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના દિવસો પુરા થઈ ગયા છે. ટ્રુડોની લોકપ્રિયાતા ઘટતા અને તેમની જ પાર્ટીમાં આંતરિક અસંતોષ જેવા અનેક કારણોના લીધે તેમણે રાજીનામું આપવું પડ્યું છે. આમ તો ટ્રુડોનો ખરો રાજકીય ખેલ 2013માં શરૂ થયો અને તેઓ હરણફાળ ગતિએ આકાશે આંબ્યા, પરંતુ વર્ષ 2025 આવતાની સાથે જ તેઓ પાંચ બાબતોના કારણે જમીન પર પછડાયા અને છેવટે રાજીનામું આપી દેવું પડ્યું. ટ્રુડોએ લિબરલ પાર્ટીને સંકટમાંથી ઉગારી વાસ્તવમાં એક સમય એ હતો કે, લિબરલ પાર્ટી ભારે સંકટમાં હતી અને પાર્ટી હાઉસ ઑફ કોમન્સમાં પ્રથમવાર ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ હતી.

સાપ્તાહિક રાશિફળ : મેષ રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું, મકર રાશિવાળાએ વાતચીતમાં ઉશ્કેરાટથી બચવું, જાણો તમામ રાશિઓનું ફળ

Image
સાપ્તાહિક રાશિફળ : આજથી નવા વર્ષના જાન્યુઆરી મહિનાનું પહેલું સપ્તાહ (06 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી ) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી તમામ રાશિની સાપ્તાહિક રાશિ ભવિષ્ય પ્રમાણે મેષ રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, તો તુલા રાશિના જાતકોએ વાતચીત કરવામાં કાળજી રાખવી. વૃશ્ચિક રાશિના જાતકોએ શાંતિથી સમય પસાર કરવો.

અમેરિકામાં હિમવર્ષાનું એલર્ટ, 6 કરોડ લોકોને અસરની સંભાવના, અનેક રાજ્યોમાં ઈમરજન્સી જાહેર

Image
America Snowstorm Alert : અમેરિકન હવામાન વિભાગે અમેરિકામાં હિમવર્ષાને પગલે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે અનેક રાજ્યોમાં શક્તિશાળી બરફનું તોફાન આવવાની સંભાવના વ્યક્ત કરી ચેતવણી જાહેર કરી છે.  1300 માઈલ સુધી અસર થવાની શક્યતા રાષ્ટ્રીય હવામાન વિભાગની માહિતી મુજબ, અમેરિકાના મધ્યથી બરફનું તોફાન શરૂ થવાની તેમજ 1300 માઈલ વિસ્તાર સુધી તેની અસર થવાની આગાહી કરાઈ છે. વિભાગે હિમવર્ષા, ભયંકર બરફ વર્ષા, વરસાદ અને ભારે તોફાનની સંભાવનાને ધ્યાને રાખી અનેક રાજ્યોને ચેતવણી આપી છે.

માતા-પિતાની સારસંભાળ ન રાખી તો સંતાનોએ પરત આપવી પડશે સંપત્તિ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Image
Supreme Court : તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માતા-પિતાની સારસંભાળને લઈને એક ખૂબ જ મહત્તવપૂર્ણ નિર્ણય આપ્યો હતો. જેનાથી દેશના અનેક વૃદ્ધોને ફાયદો થશે. આ નિર્ણય પછી એક આશાનું કિરણ જાગ્યું છે કે સંતાનો તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ લેશે અને તેમની સાથે સારો વ્યવહાર કરશે . ભારતમાં ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે કે, જેમાં માતા-પિતા પોતાના સંતાનોના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યા બાદ સંતાનો તેમની સાથે સારો વ્યવહાર કરતા નથી અને તેમની કાળજી પણ લેતા નથી અને તેમને એકલા છોડી દે છે. જો કે, કોર્ટના આ નિર્ણય બાદ હવે તેઓ આવું કરી શકશે નહી.

મણિપુરમાં ફરી ભડકી હિંસા, કુકી ઉગ્રવાદીઓએ ડીસી ઓફિસ પર કર્યો હુમલો, SP ઘાયલ

Image
Manipur Violence: મણિપુરના કાંગપોકપી જિલ્લામાં ફરી એખવાર હિંસા ભડકી છે, કાંગપોકપી કુકી અને આદિવાસી બહુમતિ ધરાવતો પહાડી વિસ્તાર છે, જ્યાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. કાંગપોકપી વિસ્તારમાં ડીસી (જિલ્લા કલેક્ટર) કાર્યાલય પર હુમલાની માહિતી સામે આવી છે. જણાવાય રહ્યું છે કે, કેટલાક લોકોએ વહીવટી મુખ્યાલય પર માર્ચ કરતા હુમલો કરી દીધો. આ હિંસક અથડામણમાં મણિપુર પોલીસના SP ઘાયલ થઈ ગયા છે. હિંસા અને તણાવને લઈને કાંગપોકપી જિલ્લામાં સ્થિતિ બગડી ગઈ છે.

'ભારતમાં ભટકતી આત્માઓ સનાતન અને હિન્દુ શબ્દો સાંભળીને ચોંકી જાય છે', ઉપરાષ્ટ્રપતિનું મોટું નિવેદન

Image
Vice President Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુક્રવારે સનાતન ધર્મને લઈને મોટી વાત કહી. ઉપરાષ્ટ્રપતિએ જેએનયુમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'દેશમાં કેટલાક એવા લોકો છે જે સનાતન અને હિન્દુ શબ્દ સાંભળીને જ ચોંકી જાય છે. હું તેમને ભ્રમિત માનું છું.' 'સનાતન અને હિન્દુ શબ્દ બોલતા જ આઘાતજનક પ્રતિક્રિયા આપે છે' જગદીપ ધનખડે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે, 'ભારતમાં સનાતન અને હિન્દુ શબ્દ સાંભળતા જ અમુક ભ્રમિત લોકોની પ્રતિક્રિયા સામે આવે છે.