અમેરિકામાં હિમવર્ષાનું એલર્ટ, 6 કરોડ લોકોને અસરની સંભાવના, અનેક રાજ્યોમાં ઈમરજન્સી જાહેર
America Snowstorm Alert : અમેરિકન હવામાન વિભાગે અમેરિકામાં હિમવર્ષાને પગલે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે અનેક રાજ્યોમાં શક્તિશાળી બરફનું તોફાન આવવાની સંભાવના વ્યક્ત કરી ચેતવણી જાહેર કરી છે.
1300 માઈલ સુધી અસર થવાની શક્યતા
રાષ્ટ્રીય હવામાન વિભાગની માહિતી મુજબ, અમેરિકાના મધ્યથી બરફનું તોફાન શરૂ થવાની તેમજ 1300 માઈલ વિસ્તાર સુધી તેની અસર થવાની આગાહી કરાઈ છે. વિભાગે હિમવર્ષા, ભયંકર બરફ વર્ષા, વરસાદ અને ભારે તોફાનની સંભાવનાને ધ્યાને રાખી અનેક રાજ્યોને ચેતવણી આપી છે.
Comments
Post a Comment