'બ્રિટન 20 વર્ષમાં પરમાણુ તાકાતવાળો ઈસ્લામિક દેશ બની જશે...', પૂર્વ ગૃહમંત્રીના દાવાથી હડકંપ
Suella Braverman says Britain will become an Islamic state | બ્રિટનનાં પૂર્વ ગૃહ મંત્રી સુએલા બ્રેવરમેને બ્રિટનને ચેતવતાં કહ્યું હતું કે, બ્રિટન મુસ્લિમ કટ્ટરવાદીઓના હાથમાં પડી જશે અને આગામી 20 વર્ષમાં તે ઇરાન જેવું પશ્ચિમનો શત્રુ બની રહેશે. તે પરમાણુ શસ્ત્રથી પણ સજ્જ તેવું ઇસ્લામિક કટ્ટરવાદી રાષ્ટ્ર બની રહેશે.
આ સાથે તેઓએ બ્રિટનની કીમ-સ્ટાર્મર સરકારની ટ્રમ્પ સાથેની વિરોધાભાસી નીતિની પણ ઉગ્ર ટીકા કરી હતી.
વોશિંગ્ટનમાં હેરિટેજ-ફાઉન્ડેશન નામક જમણેરી સંસ્થાએ યોજેલા એક કાર્યક્રમમાં આપેલા વક્તવ્યમાં તેઓએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારોભાર પ્રશંસા કરી હતી.
Comments
Post a Comment