વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહાકુંભ પ્રવાસ મુલતવી! 5 ફેબ્રુઆરીએ નહીં જાય પ્રયાગરાજ: સૂત્ર
PM Modi Visit Mahakumbh: પ્રયાગરાજ મહાકુંભમાં બુધવારે (29 જાન્યુઆરી, 2025) મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ થઈ હતી. જેમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી કેટલાકની સારવાર હજુ ચાલી રહી છે, તો કેટલાકને પોતાના ઘરે લઈ જવાયા છે. તો આ દુર્ઘટના બાદથી ઉત્તરપ્રદેશ સરકારે તમામ VIP અને VVIP મૂવમેન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે આગામી 5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાગરાજ જવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હાલ વડાપ્રધાન મહાકુંભ નહીં જાય તેવી શક્યતાઓ છે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી.
Comments
Post a Comment