'જો ભારત શેખ હસીનાને પરત નહીં મોકલે તો...', બાંગ્લાદેશની વચગાળાની સરકારની ખુલ્લી ધમકી


Bangladesh News: બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે ખુલ્લી ધમકી આપી છે. બાંગ્લાદેશ સરકારે કહ્યું કે તે ભારતમાંથી પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને પરત લાવવાના પ્રયાસો ચાલુ રાખશે અને જરૂર પડ્યે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ કરશે.

ઢાકા સ્થિત 'ડેઇલી સ્ટાર' અખબાર અનુસાર, વચગાળાની સરકારમાં કાનૂની બાબતોના સલાહકાર આસિફ નજરુલે અહીં સચિવાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે, જો ભારત હસીનાને પરત મોકલવાનો ઇનકાર કરે છે, તો તે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન હશે.

આ પણ વાંચો: તૂર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગેલી ભયાનક આગમાં 66 લોકોના મોત, 51 ઈજાગ્રસ્ત, બચાવકાર્ય ચાલુ

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો