દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, ગુજરાતના દિગ્ગજ નેતા પણ કરશે કેમ્પેનિંગ
Delhi Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે શનિવારે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ દિલ્હી ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે.
કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી
કોંગ્રેસે પોતાના પ્રચારકોની યાદીમાં વર્તમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, રાજ્યસભા અને લોકસભાના સાંસદો, ભૂતપૂર્વ સાંસદો ઉપરાંત તેમના રાષ્ટ્રીય પ્રવક્તાઓનો સમાવેશ કર્યો છે, જેઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે.
Comments
Post a Comment