કાર્યસ્થળે મહિલાકર્મી સાથે અનિચ્છનીય વ્યવહાર જાતીય સતામણી ગણાય: મદ્રાસ હાઈકોર્ટ
High Court News | મદ્રાસ હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કાર્યસ્થળ પર મહિલાઓ સાથે અનિચ્છનીય વ્યવહાર પણ યૌન ઉત્પીડનની કેટેગરીમાં આવે છે. ઉત્પીડનકર્તાની મંશા ગમે તે હોય પરંતુ આ કૃત્ય આપરાધિક કૃત્ય છે. કાર્યસ્થળે મહિલાઓના શારીરિક શોષણને અટકાવતો કાયદો ઇરાદા કરતા કૃત્ય પર વધુ ધ્યાન આપે છે. એક આઇટી કંપની એચસીએલ ટેક્નોલોજીના એક કર્મચારી સામે મહિલા કર્મચારીએ લગાવેલા આરોપો મામલે હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી.
કર્મચારી પર પોતાની સાથે કામ કરનારી ત્રણ મહિલા કર્મચારીઓના યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
Comments
Post a Comment