બદલાયો SIM કાર્ડ ખરીદવાનો નિયમ, PMOએ આપ્યા નિર્દેશ, ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ થશે કાર્યવાહી
Sim Card New Rule In India: પ્રધાનમંત્રી ઓફિસ (PMO)એ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને એક જરૂરી નિર્દેશ આપ્યા છે. જેના અનુસાર, હવે નવા સિમ કાર્ડ કનેક્શન માટે આધાર બેઝ્ડ બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરી દેવાયું છે. આ પગલાનો ઉદ્દેશ્ય નકલી દસ્તાવેજોના માધ્યમથી મળેલા મોબાઈલ કનેક્શનના વધતા ખોટા ઉપયોગને રોકવાનો છે. જણાવી દઈએ કે, નકલી દસ્તાવેજો દ્વારા ગેરકાયદે સિમ કાર્ડ ખરીદવામાં આવે છે અને પછી ખોટી રીતે તેનો ઉપયોગ થાય છે.
રિપોર્ટ અનુસાર, પહેલા યુઝર્સ નવું મોબાઈલ કનેક્શન મેળવવા માટે કોઈ પણ સરકારી આઈડી, જેમ કે વોટર આઈડી અથવા પાસપોર્ટનો ઉપયોગ કરતા હતા.
Comments
Post a Comment