'હું રશિયાને નુકસાન નથી પહોંચાડવા માગતો...', ડોનાલ્ડ ટ્રમ્પનું પુતિન અંગે સૌથી મોટું નિવેદન
Donald Trump Ultimatum To Vladimir Putin : અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ તરીકે સત્તામાં આવતા જ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જેમાં ગેરકાયદે પ્રવાસીઓથી લઇને પનામા કેનાલ સુધીના ઘણાં નિર્ણયો સામેલ છે. આ દરમિયાન ટ્રમ્પે હવે રશિયા-યુક્રેન યુદ્ધને લઇને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અલ્ટીમેટમ આપ્યું છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (22 જાન્યુઆરી) એ સંકેત આપ્યું છે કે, જો વ્લાદિમીર પુતિન યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત કરવા માટે તૈયાર નહીં થાય તો રશિયા પર વધુ પ્રતિબંધો લાદવામાં આવશે.
Comments
Post a Comment