મણિપુરમાં ફરી ભડકી હિંસા, કુકી ઉગ્રવાદીઓએ ડીસી ઓફિસ પર કર્યો હુમલો, SP ઘાયલ
Manipur Violence: મણિપુરના કાંગપોકપી જિલ્લામાં ફરી એખવાર હિંસા ભડકી છે, કાંગપોકપી કુકી અને આદિવાસી બહુમતિ ધરાવતો પહાડી વિસ્તાર છે, જ્યાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. કાંગપોકપી વિસ્તારમાં ડીસી (જિલ્લા કલેક્ટર) કાર્યાલય પર હુમલાની માહિતી સામે આવી છે. જણાવાય રહ્યું છે કે, કેટલાક લોકોએ વહીવટી મુખ્યાલય પર માર્ચ કરતા હુમલો કરી દીધો. આ હિંસક અથડામણમાં મણિપુર પોલીસના SP ઘાયલ થઈ ગયા છે.
હિંસા અને તણાવને લઈને કાંગપોકપી જિલ્લામાં સ્થિતિ બગડી ગઈ છે.
Comments
Post a Comment