સનાતન બોર્ડ બનાવો પણ સરકારને દૂર રાખો: ધર્મ સંસદ પર બોલ્યા શંકરાચાર્ય
Dharm Sansad In Maha Kumbh-2025 : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રયાગરાજના મહાકુંભમાં સનાતન બોર્ડની રચના તેમજ વક્ફ બોર્ડના વિરોધમાં યોજાયેલી ધર્મ સંસદ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તેમને આમંત્રણ જ મળ્યું નથી.
શંકરાચાર્યો અને આચાર્યો વગર યોજાઈ ધર્મ સંસદ
તેમણે કહ્યું કે, ‘મારી પણ ઇચ્છા છે કે, સનાતન બોર્ડની રચના થાય, પરંતુ આ પ્રકારના ધર્મ સંસદમાં સનાતન બોર્ડની રચના ન થઈ શકે. શંકરાચાર્યો અને આચાર્યો વગર ધર્મ સંસદમાં આવો નિર્ણય કેવી રીતે થઈ શકે.
Comments
Post a Comment