દિલ્હીમાં ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ મહિલાઓ સામે ખોળો પાથર્યો, જાહેરાતોની ભરમાર
Delhi election 2025 : દિલ્હીમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે મફત રેવડીનો વિરોધ કરી રહેલા ભાજપે 15 વર્ષથી રાજ્યમાં સત્તા પર આવવાનું તેનું સપનું સાકાર કરવા મહિલાઓ માટે વચનોની લ્હાણી કરી છે. ચૂંટણી જીતવા માટે મહિલાઓને આકર્ષવામાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ પાછળ નથી. દેશમાં 2021માં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ મહિલાઓ માટે રોકડ લાભ સ્કીમ 'લક્ષ્મી ભંડાર યોજના' રજૂ કર્યા પછી દેશમાં યોજાયેલી લગભગ બધી જ ચૂંટણીઓમાં પક્ષો દ્વારા મહિલાઓ માટે આ પ્રકારની યોજનાઓ રજૂ કરવાનું ચલણ વધી ગયું છે, જેનો તેમને લાભ પણ મળ્યો છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા માટે બધા જ રાજકીય પક્ષોએ મહિલાઓ પર ફોકસ વધાર્યું છે. દિલ્હીની મહિલાઓને રિઝવવા માટે આપ, ભાજપ અને કોંગ્રેસે તેમની બધી જ તાકત લગાવી દીધી છે.
Comments
Post a Comment