‘ડેથ સર્ટિફિકેટ વિના મતદાર યાદીમાંથી મૃતકનું નામ કાઢી શકાતું નથી’ કેજરીવાલના આરોપ પર ECનો જવાબ
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભારે ગરમાગરમી શરુ થઈ ગઈ છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે, આ સાથે પંચે મતદારોના નામ કાપવાના આક્ષેપનો તેમજ ઈવીએમમાં ગડબડીના આરોપનો પણ જવાબ આપી દીધો છે. વાસ્તવમાં અરવિંદ કેજરીવાલે અને તેમની આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા. તેઓએ નવી દિલ્હી વિધાનસભા બેઠક સહિત અનેક બેઠકો પર મતદારોના નામ કાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ખાસ કરીને તે લોકો અને વિસ્તારોના લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હોઈ શકે છે, જેઓ AAPના સમર્થનમાં છે. પાર્ટીએ આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી હતી અને હવે ચૂંટણી પંચના કમિશ્નર રાજીવ કુમારે તેનો જવાબ આપી દીધો છે.
Comments
Post a Comment