'સ્કૂલ અને ચર્ચમાંથી પણ પકડો...' અમેરિકામાં ગેરકાયદે શરણાર્થીઓ અંગે ટ્રમ્પના ફરમાનથી ફફડાટ
Donald Trump News | ટ્રમ્પ વહીવટીતંત્રએ ચર્ચ અને સ્કૂલો જેવા સંવેદનશીલ સ્થળોએથી પણ ઇમિગ્રેશન અધિકારીઓને ગેરકાયદેસરના માઇગ્રન્ટ્સની ધરપકડ ન કરવાની દાયકા જૂનીની ત્યજી દઈને તેઓને છૂટ આપી છે. તેના લીધે અમેરિકામાં વસતા માઇગ્રન્ટ્સમાં રીતસરનું ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. આના પહેલે ગેરકાયદે માઇગ્રન્ટ્સને પ્રવેશવા બંને ફેડરલ એજન્સીઓ ઉપરોક્ત બંને સ્થળોએ જઈ શકતી ન હતી.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ ગુરુવારે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાંના લીધે સીબીપી અને આઇસીઇના હિમતવાન પુરુષ અને મહિલા કર્મચારીઓ આપણા ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરીને આવનારા ગેરકાયદે વસાહતીઓ સામે પગલાં લઈ શકશે, તેમા હત્યારાઓ અને બળાત્કારીઓનો સમાવેશ થાય છે. આ ગુનેગારો હવે અમેરિકન સ્કૂલો અને ચર્ચોમાં છૂપાઈને તેમની ધરપકડ ટાળી નહી શકે.
Comments
Post a Comment