ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ, ટ્રમ્પે કહ્યું- 'ટુંક સમયમાં જ મુક્ત થશે બંધકો'
Israel Hamas War : અમેરિકાના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામને લઇને મોટી માહિતી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, 'મિડલ-ઇસ્ટમાં બંધકોને મુક્ત કરવાને લઇને સહમતી બની ગઇ છે અને બંધકોને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે.' જોકે, ઇઝરાયલ ને હમાસ દ્વારા યુદ્ધવિરામને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.
યુદ્ધવિરામ પછી શું થશે?
અહેવાલ મુજબ, જો હમાસ અને ઇઝરાયલ વચ્ચે સત્તાવાર રીતે યુદ્ધવિરામ થઇ જાય છે તો હમાસ પહેલા બંધકોને મુક્ત કરશે અને પછી ઇઝરાયલના સૈનિકો ગાઝામાંથી તબક્કાવાર રીતે વાપસી કરશે.
Comments
Post a Comment