ChatGPT થયું ડાઉન, દુનિયાભરના યુઝર્સ થયા પરેશાન, OpenAIએ કોઈ પુષ્ટિ નથી કરી
ChatGPT Down: ચેટજીપીટી ટેક્નિકલ સમસ્યાના કારણે ગુરુવારે ડાઉન થઈ ગયું. જેને લઈને દુનિયાભરના લાખો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. OpenAIની API અને અન્ય સેવાઓ પણ ખોરવાઈ છે, જેને લઈને મોટાપાયે વિક્ષેપ પડ્યો છે.
ડિસેમ્બરમાં બે વાર આઉટેજ પછી આ ત્રીજી વખત ચેટજીપીટી સેવા બંધ થઈ છે. આ કારણે, યુઝર્સ ચેટ કરી શક્યા નહીં કે હિસ્ટ્રી જોઈ શક્યા નહીં.
Comments
Post a Comment