મંદીના પણ સારા દિવસો : ત્રીજા કવાર્ટરમાં જીડીપી 4.7 ટકા, સાત વર્ષના તળિયે


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

આિર્થક મોરચે મંદીની વચ્ચે સરકારે જીડીપીના આંકડા જારી કર્યા છે. આ સત્તાવાર આંકડા ત્રીજા કવાર્ટર એટલે કે સપ્ટેમ્બર, 2019થી ડિસેમ્બર, 2019 સુધીના છે. આજે જારી થયેલા આંકડા મુજબ ત્રીજા કવાર્ટરમાં દેશનો જીડીપી 4.7 ટકા રહ્યો છે. જો 2019-20ના પ્રથમ બે કવાર્ટરના સંશોિધત કરાયેલા જીડપીના આંકડા ધ્યાનમાં લેવામાં આવે તો આજે જારી થયેલા ત્રીજા કવાર્ટરના જીડપી સાત વર્ષની નીચલી સપાટીએ છે. 

આ ઉપરાંત નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ કવાર્ટર અને બીજા કવાર્ટરના જીડીપી આંકડાઓને સંશોિધત કરીને અનુક્રમે પાંચ ટકાથી વધારી 5.6 ટકા અને 4.5 ટકાથી વધારી 5.1 ટકા કરવામાં આવ્યા છે. 

ત્રીજા કવાર્ટરના આંકડા એવા સમયે જારી કરવામાં આવ્યા છે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને કારણે મંદીનું વાતાવરણ છે. ઉલ્લેખનીય છે કે દેશના મંદ પડેલા આૃર્થતંત્રને ગતિ આપવા માટે સરકારે ગયા વર્ષે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા હતાં. સરકારે તે સમયે જણાવ્યું હતું કે આ નિર્ણયોની અસર આૃર્થતંત્ર પર ધીમે ધીમે જોવા મળશે.

આ અગાઉ નાણાકીય વર્ષ 2012-13ના જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં જીડીપી 4.3 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા આજે જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા છે. જો છેલ્લા છ કવાર્ટરની વાત કરવામાં આવે તો જીડીપીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. 

નાણાકીય વર્ષ 2018-19ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી આઠ ટકા હતો જે ઘટીને બીજા કવાર્ટરમાં સાત ટકા થઇ ગયો હતો. આવી જ રીતે ત્રીજા કવાર્ટરમાં જીડીપી ઘટીને 6.6 ટકા અને ચોથા કવાર્ટરમાં જીડીપી ઘટીને 5.8 ટકા થઇ ગયો હતો. 

જો નાણાકીય વર્ષ 2019-20ની વાત કરવામાં આવે તો પ્રથમ કવાર્ટરમાં જીડીપી  ઘટીને પાંચ ટકા રહ્યો હતો. બીજા કવાર્ટરમાં આ જીડીપી ઘટીને 4.5 ટકા રહ્યો હતો. જો કે 2019-20ના પ્રથમ બે કવાર્ટરના જીડીપીના આંકડામાં સંશોધન કરવામાં આવ્યું છે. 

ભારત સરકારની  નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ)એ નાણાકીય વર્ષ 2019-20માં કુલ જીડીપી પાંચ ટકા અને નાણાકીય વર્ષ 2020-21માં કુલ જીડીથી 6 થી 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. 

જાન્યુ. સુધીમાં જ નાણાકીય ખાધ લક્ષ્યાંકના 128.5 ટકા

જાન્યુઆરીના અંત સુધીમાં જ ભારતની નાણાકીય ખાધ સમગ્ર વર્ષના નિર્ધારિત લક્ષ્યાંકથી 128.5 ટકા થઇ ગઇ છે તેમ કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ(સીજએે)એ એક નિવેદનમાં જણાવ્યું છે. 2019માં જાન્યુઆરીના અંતે  દેશની નાણાકીય ખાધ સમગ્ર વર્ષના નિર્ધારિત લક્ષ્યાંકના 121.5 ટકા હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના બજેટમાં સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો હતો કે નાણાકીય ખાધ 7,66,844 કરોડ રૂપિયા રાખવામાં  આવે. જો કે હજુ બે મહિના બાકી હોવા છતાં નાણાકીય ખાધ વધીને 9,85,472 કરોડ રૂપિયા થઇ ગઇ છે. 

અર્થતંત્રમાં જોવા મળેલી સ્થિરતા સારી બાબત : નિર્મલા

જીડીપી 4.7 ટકા રહ્યાં પછી કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું છે કે અર્થતંત્રમાં જોવા મળેલી સ્થિરતા એક સારી બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ડેવલોપમેન્ટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટયૂટ (ડીએફઆઇ)ની રચના કરવા પર કાર્ય કરી રહી છે. કેન્દ્ર સરકાર બંકોને વધુમાં વધુ લોન આપવા દબાણ કરી રહી છે. કોરોના વાઇરસ અંગે તેમણે જણાવ્યું હતું કે હાલમાં ડરવાની જરૂર નથી. જો કે તેમણે જણાવ્યું હતું કે આગામી બે થી ત્રણ સપ્તાહમાં વૈશ્વિક સ્તરે કોરોનાના કેસ ઘટશે નહીં તેની વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડશે. 

જાન્યુઆરીમાં કોર સેક્ટરમાં 2.2 ટકાની વૃદ્ધિ 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 28

જાન્યુઆરી, 2020માં કોર સેકટરમાં 2.2 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કોલસા, રિફાઇનરી અને વીજળી સેક્ટરમાં ઉત્પાદન વધવાને કારણે જાન્યુઆરીમાં કોર સેક્ટરમાં 2.2 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, 2019માં કોર સેક્ટરનો વિકાસ 1.5 ટકા હતો. જાન્યુઆરી, 2020માં કોલસા, રિફાઇનરી અને વીજળી સેક્ટરના ઉત્પાદનમાં અનુક્રમે 8 ટકા, 1.9 ટકા અને 2.8 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કોર સેક્ટરમાં મહત્ત્વપૂર્ણ આઠ સેક્ટર વીજળી, સ્ટીલ, રિફાઇનરી,  ક્રૂડ એોઇલ, કોલસો, સિમેન્ટ, કુદરતી ગેસ અને ખાતરનો સમાવેશ થાય છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો