અમેરિકાની બિયર બનાવતી કંપનીમાં ફાયરીંગ, 7ના મોત

ન્યુયોર્ક, તા. 27 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર

અમેરિકામાં બિયર બનાવતી એક કંપનીના આવેશમાં આવી ગયેલા એક કર્મચારીએ પોતાના સાથીદારો પર ગોળીબાર કરતાં સાતનાં મોત નીપજ્યાં હતાં.

અમેરિકાના વિસ્કોન્સીન પ્રાંતના મિલવોકી વિસ્તારમાં મોલસન ક્રૂઅર્સ નામની બિયર કંપની આવેલી છે. 

બુધવારે બપોરે બનેલી આ ઘટનામાં અચાનક ઉશ્કેરાયેલા 51 વર્ષના એક કર્મચારીએ પોતાના સહકર્મચારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરતાં છ વ્યક્તિનાં મરણ થયાં હતાં ત્યારબાદ હુમલાખોરને પણ ઠાર કરાયો હતો.

શહેરના મેયર ટૉમ બેરેટે આ ઘટનાને ભયાનક ગણાવી હતી. શરૂઆતમાં મેયરે કહ્યું હતું કે ઘણા લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. પાછળથી તેમણે આંકડો જાહેર કર્યો હતો.

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આ કંપનીમાં 600 માણસો કામ કરે છે. હુમલાખોરને બુધવારે જ નોકરીમાંથી કાઢી મૂકાયો હતો. કદાચ એ એટલેજ ઉશ્કેરાયો હતો. ગોળીબાર કર્યા ત્યારે એ કંપનીના યુનિફોર્મમાં સજ્જ હતો.

આ વિસ્તાર મિલર વેલી તરીકે જાણીતો છે. અહીં છેલ્લાં 150 વર્ષથી બિયર બનાવતી કેટલીક કંપનીઓ આવેલી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો