પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટેની સુરક્ષિત સફર મોબાઈલ એપ્લિકેશન તૈયાર


અમદાવાદ, તા. 27 ફેબ્રૂઆરી, 2020, ગુરૂવાર

ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને ઘણીવાર ભારે હાલાકી ભોગવવી પડે છે. મહિલાઓને રોમિયો પરેશાન કરતા હોય છે તો ક્યારેક ચોરી અને લુંટના પણ બનાવો બને  છે. આથી મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે રેલ્વે પોલીસ દ્વારા સુરક્ષિત સફર નામની મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે.29 ફેબુ્રઆરીના રોજ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે આ એપ્લીકેશનનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે થશે.

ટ્રેનમાં લુંટફાટ, ચોરી અને છેડતીના અનેક બનાવો બનતા હોય છે. તે સિવાય ટ્રેનમાં વૃધ્ધો અને બિમાર પ્રવાસીઓ પણ પરેશાન થતા હોય છે. જેને પગલે મુસાફરોની સુરક્ષા અને સુવિધાને અનુલક્ષીને  રેલ્વે પોલીસ દ્વારા સુરક્ષિત સફર નામની મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ એપ્લીકેશનમાં વિવિધ ફંકશનો આપવામાં આવ્યા છે. જેના આધારે પ્રવાસી તેનો સુરક્ષા અને સુવિધા માટે ઉપયોગ કરી શકશે. આ એપ્લીકેશનનું લોકાર્પણ 29 ફેબુ્રઆરી 2020ના રોજ સવારે 11.30 વાગ્યે અમદાવાદ (કાલુપુર) રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-1 ખાતે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે.

આ પ્રસંગેત્ચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહેશે. આ એપ્લીકેશનનો મહત્તમ લાભ લોકો સુધી પહોંચે તથા મુસાફરોનો પ્રવાસ વધુ સલામત બને તેવો રેલ્વે પોલીસનો નમ્ર પ્રયાસ છે, એમ સીઆઈડી ક્રાઈમ રેલ્વેના ડીઆઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું.

એપ્લિકેશનના વિવિધ ફંકશનો અને તેનો ઉપયોગ

1. ફરિયાદ

જો કોઈ પ્રવાસીના સામાનની ચોરી થાય કે લુંટનો બનાવ બનેતો જે તે પ્રવાસી ફરિયાદના ઓપ્શનમાં જઈને પોતાની ફરિયાદ નોંધાવી શકશે. રેલ્વેના કંટ્રોલ અને પેટ્રોલિંગ પોલીસ બન્ને આ ફરિયાદ પર કામ કરશે. કંટ્રોલમાંથી પ્રવાસીને તેની ટિકીટનો પીએનઆર નંબર પુછીને આગળની કાર્યવાહી કરાશે.

2. વુમન ડેસ્ક

આ ફંકશન ખાસ મહિલાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે.  જેમાં છેડતીનો ભોગ બનેલી મહિલા પોતાની ઓળખ છુપાવીને ફરિયાદ કરી શકશે.

3. સજેશન

પ્રવાવ્ની રિઝર્વ સીટ હોય અને કોઈ વ્યક્તિ સીટ માટે પરેશાન કરે તે સિવાય પોલીસનું ગેરવર્તન હોય તેવા સંજોગોમાં પ્રવાસી પોતાનું સજેશન આ ફંકશન દ્વારા આપી શકશે.

4.શંકાસ્પદ વ્યક્તિ

કોઈ પ્રવાસીને તેની નજીકમાં બેઠેલી વ્યક્તિનું વર્તન શંકાસ્પદ જણાય તો આ ફંકશન મારફતે પોલીસને જાણ કરાતા જ પોલીસ કાર્યવાહી કરશે અને ફરિયાદ કરનારી વ્યક્તિની ઓળખ પણ છુપી રાખશે.

5.કોલ

 આ ફંકશન રેલ્વેના કંટ્રોલ સાથે જોડાયેલું હશે અને કોઈ સંજોગોમાં પ્રવાસી તેનો ઉપયોગ કરશે તો સીધી રિંગ કંટ્રોલરૂમમાં જશે અને તે મુજબ કાર્યવાહી થશે.

6.કોન્ટેક્ટ કોપ

આ ફંકશનમાં જીઆરપીના તમામ પોલીસ કર્મીઓથી લઈને ડીઆઈજી સુધીના અધિકારીઓના ફોટોગ્રાફ્સ, ફોન નંબર અને ઈમેલની માહિતી હશે.

7.કોન્ફિડન્સીયલ

 ડ્રગ્સ, જુગાર કે અપહરણ સંદર્ભે પ્રવાસી ઓળખ છુપાવી પોલીસને જાણ કરી શકશે.

8.ટ્રેક માય રૂટ

ટ્રેનમાં પ્રવાસ કરતા સિનીયર સિટીઝન કે એકલી મુસાફરી કરતી મહિલા તે ક્યાંથી બેઠા અને ક્યાં જઈ રહ્યા છે તેની માહિતી આપશે તો આપાતકાલીન સ્થિતીમાં પોલીસ તેમને મદદ કરશે.

9.ફીડબેક

આ ફંકશન મારફતે પોલીસ કંટ્રોલમાંથી પોલીસ પ્રવાસીઓનો  પોલીસની કામગીરી અંગેનો અભિપ્રાય પુચશે.

10.ટચ ટુ પેનિક

આ ફંકશન મારફતે ઈમરજન્સી વખતે પ્રવાસી પોલીસની મદદ મેળવી શકશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો