હૈદરાબાદ હાઉસમાં PM મોદી-ટ્રમ્પની દ્વિપક્ષીય વાર્તા શરૂ, ડીલ પર લાગી શકે છે મહોર

નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2020 મંગળવાર

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર પ્રવાસના બીજા અને અંતિમ દિવસે દિલ્હીમાં છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે.

PM મોદીએ હૈદરાબાદ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પનું સ્વાગત કર્યુ. આવુ ખૂજ જ ઓછુ બનતુ હોય છે કે કોઈ રાષ્ટ્રપ્રમુખના પત્ની હૈદરાબાદમાં દ્વિપક્ષીય વાર્તામાં હાજર રહ્યા હોય.

ડોનાલ્ડ ટ્રમ્પ, મેલાનિયા ટ્રમ્પ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પહોંચી ગયા છે જ્યાં તેમનુ સ્વાગત કરાયુ.

ડોનાલ્ડ ટ્રમ્પ હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વીપક્ષીય વાર્તા કરી રહ્યા છે. મેલાનિયા ટ્રમ્પ થોડીવારમાં દિલ્હી સરકારી સ્કુલની મુલાકાતે પહોંચશે. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન