રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ઔપચારિક સ્વાગત કર્યા બાદ ગાર્ડ ઑફ ઑનર અપાયુ

નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2020 મંગળવાર

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું અમદાવાદમાં ધમાકેદાર સ્વાગત બાદ હવે કૂટનીતિનો વારો છે. પોતાના પ્રવાસના બીજા અને અંતિમ દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે ડિફેન્સ ડીલનું એલાન કર્યુ જેણે બંને દેશોમાં કરારની આશા જગાડી છે. આ સિવાય પણ બંને દેશ આજે કેટલાક મુદ્દા પર ચર્ચા કરશે. મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની સ્કુલમાં બાળકો સાથે મુલાકાત કરવાના છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રાજઘાટ માટે રવાના થઈ ગયા છે. ટ્રમ્પ તેમના પત્ની મેલાનિયા સાથે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરાયુ જ્યાં ઈવાન્કા પહોંચી ચૂક્યા છે. ઈવાન્કાની સાથે અહીં લોકો સેલ્ફી ક્લિક કરી રહ્યા છે. ઈવાન્કા ટ્રમ્પ પિતા ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પણ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ચૂક્યા છે. જ્યાં તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યુ.

PM મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત મોટા નેતા અત્યારે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ચૂક્યા છે.

PM મોદી રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો તમામ મહેમાનો સાથે પરિચય કરાવી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવનથી રવાના થઈ ગયા છે. થોડીવારમાં રાજઘાટ પહોંચશે.


Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન