'દિલ્હી હિંસા અંગે ટ્રમ્પની ચૂપકિદી યુએસ નેતૃત્વની નિષ્ફળતા' : ટ્રમ્પના હરીફ બર્ની સેન્ડર્સ


વોશિંગ્ટન, તા. 27 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

નવી દિલ્હીમાં થયેલી હિંસા મુદ્દે હવે ભારત તો ઠીક અમેરિકામાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. અમેરિકન સાંસદોએ દિલ્હીની હિંસા મુદ્દે આકરી પ્રતિક્રિયા આપ્યા પછી અમેરિકામાં પ્રમુખપદની આગામી ચૂંટણીમાં મુખ્ય દાવેદાર ગણાતા બર્ની સેન્ડર્સે આ મુદ્દે ટ્રમ્પની ચૂપકિદીને 'નેતૃત્વની નિષ્ફળતા' ગણાવ્યું હતું.

તેમણે ટ્રમ્પના નિવેદનને માનવાિધકારો પર અમેરિકન નેતૃત્વની નિષ્ફળતા ગણાવી હતી અને ટ્રમ્પ પર માનવાિધકારોના મુદ્દે નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હી હિંસા પર આપેલા નિવેદન અંગે બર્ની સેન્ડર્સે કહ્યું કે ટ્રમ્પનો ભારત પ્રવાસ અમેરિકન નેતૃત્વની નિષ્ફળતા દર્શાવે છે.

દિલ્હી હિંસા અંગે ટ્રમ્પ દિલ્હીમાં હતા તે જ સમયે તેમને પૂછાયેલા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું, જ્યાં સુધી કેટલાક લોકો પર હુમલાની વાત છે, મેં આ અંગે સાંભળ્યું છે, પરંતુ મેં વડાપ્રધાન મોદી સાથે આ અંગે ચર્ચા નથી કરી. આ ભારતની આંતરિક બાબત છે. ટ્રમ્પના આ નિવેદન પછી બર્ની સેન્ડર્સે ટ્વીટ કરી, 20 કરોડથી વધુ મુસ્લિમો ભારતને પોતાનું ઘર કહે છે.

મુસ્લિમ વિરોધી ભીડ દ્વારા કરાયેલી હિંસામાં 27થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પરંતુ ટ્રમ્પ તેનો જવાબ ભારતની આંતરિક બાબત ગણાવીને છોડી દે છે. માનવાિધકારો મુદ્દે આ અમેરિકન નેતૃત્વની નિષ્ફળતા છે. એલિઝાબેથ વોરેન પછી બર્ની સેન્ડર્સ ડેમોક્રેટિક પક્ષમાંથી પ્રમુખપદ માટેના પ્રબળ ઉમેદવાર છે, જેમણે દિલ્હી હિંસાના વિરોધમાં ટ્વીટ કરી છે. અગાઉ અમેરિકન સાંસદોએ પણ દિલ્હીમાં હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ડેમોક્રેટિક પાર્ટીમાંથી અમેરિકન સાંસદ માર્ક વોર્નર અને જોન કોર્નિને એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે અમે નવી દિલ્હીમાં તાજેતરની હિંસા અંગે પર નજર રાખી છે. અમે અમારી લાંબા સમયની ભાગીદારીને આગળ વધારવા માટે આવા ચિંતાજનક વિષયો પર મુક્તમને વાતચીતની તરફેણ કરીએ છીએ. અમેરિકન સાંસદ જેમી રસ્કિને કહ્યું કે તે સાંપ્રદાયિક નફરત મારફત ફેલાવાયેલી હિંસાથી ભયભીત છે.

ઉદાર લોકતાંત્રિક દેશોએ તેમની ધાર્મિક આઝાદી અને વિવિધતાનું રક્ષણ કરવું જોઈએ અને ભેદભાવ અને કટ્ટરતાથી બચવું જોઈએ. વિદેશી બાબતોની પરિષદના અધ્યક્ષ રિચર્ડ એન હેસે કહ્યું, ભારત એટલા માટે સફળતાના માર્ગે છે, કારણ કે વિશાળ મુસ્લિમ સમાજની વસતી પોતાને ભારતીય માને છે, પરંતુ હવે તે જોખમમાં છે, કારણ કે સરકાર રાજકીય લાભ માટે 'ઓળખના રાજકારણ'નું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રના માનવાિધકારોના વડાએ ગુરૂવારે ભારતના નાગરિકતા સુધારા કાયદા અને દિલ્હીમાં હિંસા અટકાવવામાં 'પોલીસની નિષ્ક્રિયતા'ના અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જીનેવામાં વિશ્વમાં માનવાિધકારોના વિકાસ અંગે માનવાિધકાર પરિષદના 43મા સત્રમાં યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ મિશેલ બેચલેટે જમ્મુ અને કાશ્મીરમાં સિૃથતિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું ગયા વર્ષે અમલમાં મુકાયેલા નાગરિકતા સુધારા કાયદો (સીએએ) ચિંતાનું મોટું કારણ છે. 

સેન્ડર્સને ભાજપ નેતાએ જવાબ આપ્યા પછી ટ્વીટ ડીલીટ કરી

નવી દિલ્હી, તા. 27

બર્ની સેન્ડર્સે દિલ્હી હિંસા અંગે ટ્રમ્પના નિવેદનની આકરી ટીકા કરી હતી અને ટ્રમ્પના નેતૃત્વને નિષ્ફળ પણ ગણાવી દીધું હતું.  સેન્ડર્સને ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ બી. એલ. સંતોષે ટ્વીટથી જવાબ આપ્યો હતો. બર્ની સેન્ડર્સની ટ્વીટ પર વળતો હુમલો કરતાં સંતોષે લખ્યું, અમે ગમે તેટલા નિષ્પક્ષ રહેવાનો પ્રયાસ કરીએ... તમે અમને પ્રમુખપદની ચૂંટણીમાં ભૂમિકા નિભાવવા મજબૂર કરી રહ્યા છો... હું આ કહેવા માટે માફી માગું છું, પરંતુ તમે અમને મજબૂર કરો છો. જોકે, સંતોષે ગુરૂવારે સવારે આ ટ્વીટ ડીલીટ કરી નાંખી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો