દિલ્હી હિંસા: AAPનો પોલીસને પ્રશ્ન, ભાજપના નેતાઓ વિરૂદ્ધ ફરિયાદ ક્યારે નોંધશો

નવી દિલ્હી તા.29 ફેબ્રુઆરી 2020 શનિવાર

પાટનગર નવી દિલ્હીના હિંસાકાંડ અંગે આપના એક નેતાએ દિલ્હી પોલીસને સવાલ કર્યો હતો કે તમે ભાજપના નેતાઓ સામે ક્યારે એફઆઇઆર નોંધવાના છો.

આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંઘે પોલીસને અણિયાળો સવાલ પૂછતાં કહ્યું હતું કે હિંસા ભડકે એવાં ઉશ્કેરણીજનક વિધાનો ભાજપના નેતાઓએ કર્યા હતા. એમની સામે કેમ કોઇ પગલાં લેતાં નથી ?

દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં આશરે 650 વ્યક્તિની ધરપકડ કરી હતી અને લગભગ 150 એફઆઇઆર નોંધી હતી. રાતોરાત બદલી કરાયેલા દિલ્હી હાઇકોર્ટના જજ એસ મુરલીધરે પણ પોલીસને આવો સવાલ કર્યો હતો કે ભડકામણાં વિધાનો કરનારા ભાજપના નેતાઓ સામે કેમ પગલાં લેવાયાં નથી.

24મી ફેબ્રુઆરીની રાતથી દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ચાંદબાગ સહિત ઘણાં સ્થળે હિંસાનું તાંડવ ફેલાયું હતું. કેટલીક સ્કૂલો આખેઆખી બાળી નાખવામાં આવી હતી. સંખ્યાબંધ વાહનો સળગાવી દેવામાં આવ્યાં હતાં. આપના કોર્પોરેટર  તાહિર હુસૈનના મકાનના ધાબામાંથી અસંખ્ય પેટ્રોલ બોમ્બ, ઢગલાબંધ પથ્થરો અને એસિડની બાટલીઓ મળી આવી હતી.

પોલીસે ઇન્ટેલિજન્સ બ્યૂરોના અંકિત શર્માની હત્યા માટે તાહિર હુસૈન સામે એફઆઇઆર નોંધી એટલે તાહિર ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો. સંજય સિંઘે તાહિરનું નામ પાડ્યા વિના પોલીસને સવાલ કર્યો હતો કે ભડકામણાં વિધાનો કરનારા ભાજપના નેતાઓ સામે ક્યારે પગલાં લેવાનાં છો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો