શાહીન બાગમાં કલમ 144 લાગુ, કડક સુરક્ષા વચ્ચે ડ્રોનથી બાજનજર

નવી દિલ્હી, તા. 01 માર્ચ 2020 રવિવાર

CAA વિરૂદ્ધ જારી વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીના શાહીન બાગમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. શાહીનબાગમાં દિલ્હી પોલીસે નોટિસ જારી કરી કહ્યુ છે કે આ વિસ્તારમાં એકઠા ના થાવ અને પ્રદર્શન પણ ના કરો. 

દિલ્હી પોલીસે રવિવારે સવારે શાહીન બાગ ધરણા સ્થળ નજીક બેરિકેડ્સ પર આ નોટિસ લગાવી છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યુ છે કે આ આદેશને ન માનનારા વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. શાહીન બાગમાં અઢી મહિનાથી સતત ધરણા પર મહિલાઓ બેસી છે અને નાગરિકતા કાનૂનને હટાવવાની માગ કરી રહી છે. 

કલમ 144 લાગુ કરવાનો નિર્ણય એ સમયે આવ્યો છે જ્યારે દિલ્હીના નોર્થ ર્ઈસ્ટ વિસ્તારમાં હિંસા થઈ છે બીજી તરફ હિંદુ સેનાએ 1 માર્ચ એટલે કે આજના દિવલે શાહીન બાગ કૂચનું એલાન કર્યુ હતુ. જોકે, બાદમાં હિન્દુ સેનાએ પોતાનો નિર્ણય બદલી લીધો પરંતુ પોલીસે કલમ 144 લાગુ કરી દીધી. 

સુરક્ષાના કારણે અહીં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અમારો ધ્યેય કાનૂન વ્યવસ્થા જાળવી રાખવી અને કોઈ પણ રીતે અઘટિત ઘટનાને રોકવાનો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો