મધ્ય પ્રદેશ: સિંગરોલીમાં 2 ગુડ્ઝ ટ્રેનો વચ્ચે ટક્કર, લોકો પાયલટ ફસાયા

ભોપાલ, તા. 01 માર્ચ 2020 રવિવાર

મધ્ય પ્રદેશના સિંગરોલીમાં રવિવારે બે ગુડ્ઝ ટ્રેનો વચ્ચે ટક્કર થઈ. જેમાં લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટ ફસાયા હોવાની માહિતી મળી છે. એનટીપીસીની ટીમ અને પોલીસનુ બચાવ કાર્ય ચાલુ છે. ટ્રેનમાં કોલસો હતો. 

આ ઘટનામાં બંને ગાડીઓના ટ્રેન કર્મચારીઓના દબાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

પોલીસ નિયંત્રણ કક્ષથી મળેલી જાણકારી અનુસાર રવિવારે એનટીપીસી સંયંત્રની બે ગુડ્ઝ ટ્રેનો બૈઢન વિસ્તારમાં સામસામે ટકરાઈ ગઈ. જેમાં એક ગુડ્ઝ ટ્રેન કોલસાથી ભરેલી હતી. બીજી તરફથી આવી રહેલી ગુડ્ઝ ટ્રેનો ખાલી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો