ડોનાલ્ડ ટ્રમ્પની ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન CM રૂપાણીને નો-એન્ટ્રી

અમદાવાદ, તા. 24 ફેબ્રુઆરી 2020 સોમવાર

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેઓ વડાપ્રધાન મોદી સાથે ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે.

આ સમયે સુરક્ષાના કારણોસર આશ્રમમાં માત્ર 3 લોકો જ હાજર રહેશે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા તેમજ વડાપ્રધાન મોદી જ હશે.

જ્યારે સીએમ સહિતના લોકોએ કોન્વોય પાસે જ રાહ જોવી પડશે. ગાંધી આશ્રમ ખાતે હૃદય કુંજ – રીવરફ્રન્ટ દર્શન તથા ગાંધી પ્રતિમાની પુષ્પાંજલિ કરાશે.

આ ઉપરાંત આશ્રમ ખાતે કાર્યક્રમ ચાલુ હશે તે દરમિયાન જ સીએમ રૂપાણી મોટેરા સ્ટેડિયમ જવા રવાના થશે. તેઓ મોટેરા સ્ટેડિયમ પહોંચી પીએમ મોદી તથા ટ્રમ્પનું સ્વાગત કરશે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો