ડોનાલ્ડ ટ્રમ્પે રાજઘાટની વિઝિટર બુક પર સંદેશ લખ્યો

નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2020 મંગળવાર

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર પ્રવાસના બીજા અને અંતિમ દિવસે દિલ્હીમાં છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી તેમની સાથે છે.

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે રાજઘાટની વિઝિટર બુક પર સંદેશ લખ્યો છે. ત્યારબાદ રાજઘાટ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે વૃક્ષારોપણ કર્યુ. 

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પને દિલ્હીની સ્કુલમાં બાળકો સાથે મુલાકાત કરાવશે. હેપ્પીનેસ ક્લાસમાં મેલાનિયા બાળકો સાથે સામેલ થશે.

રાજઘાટની વિઝિટર બુકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યુ- અમેરિકાના લોકો ભારતની સાથે મજબૂતીથી ઉભા છે. મહાત્મા ગાંધીની વિચારધારાને નમન. 


ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યુ, અમેરિકાના લોકો એક સાર્વભૌમ અને શાનદાર ભારતની કલ્પના કરે છે, જે મહાન મહાત્મા ગાંધીજીના જીવનનું મિશન હતુ. આ એક ભવ્ય ગર્વની વાત છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન