ભાભર-વિરમગામમાં ભાજપ, કોંગ્રેસ-અપક્ષ કાર્યકરો વચ્ચે મારામારી, રાજ્યમાં તાપી-ડાંગમાં સૌથી વધુ મતદાન હળવદના બુટવડામાં ચૂંટણી સ્ટાફ જ જમવા જતો રહ્યો ને મતદારોએ રાહ જોવી પડી, ઠેર ઠેર EVM ખોટકાયાં અમદાવાદ, તા. 28 ફેબ્રૂઆરી, 2021, રવિવાર રાજ્યની 81 નગરપાલિકા,31 જિલ્લા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન નોંધાયુ છે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વધુ મતદાન કરી જાગૃતતા દર્શાવી હતી. મહાનગરપાલિકા કરતાં પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં 15 ટકા જેટલું વધુ મતદાન નોધાયુ હતું. પાલિકા-પંચાયતોની કુલ 5481 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 22176 ઉમેદવારોનું ભાવિ હવે ઇવીએમમાં કેદ થયુ છે. રાજ્યમાં જોકે, ઠેર ઠેર ઇવીએમ ખોટકાયાં હોવાની ફરિયાદો ઉઠી હતી જેના કારણે મતદાન પ્રક્રિયા અટકી પડી હતી.આ ઉપરાંત ભાભર,વિરમગામ સહિત અન્ય કેટલાંય સૃથળોએ ભાજપ-કોંગ્રેસ અને આપ,અપક્ષના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી,પથૃથરમારાનો બનાવો બન્યાં હતાં જેના લીધે પોલીસ સિૃથતીને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવો પડયો હતો. અમદાવાદ સહિત અન્ય મહાનગરપાલિકાની ચૂંટણીમાં માંડ 50 ટકા મતદાન થયુ હતુ પણ નગર પાલિકા,જિલ્લા અ