ભારતે અમેરિકાને રૂ. 15 લાખ કરોડની લોન આપી : એલેક્સ મૂની
અમેરિકાએ પોતાના દુશ્મન દેશ ચીન પાસેથી પણ એક લાખ કરોડ ડોલરની લોન લીધી છે, જાપાન બીજા ક્રમે : ટ્રમ્પની પાર્ટીના સાંસદનો ઘટસ્ફોટ
વોશિંગ્ટન, તા. 27 ફેબ્રૂઆરી, 2021, શનિવાર
જાણીને નવાઇ લાગશે કે અમેરિકાએ ભારત પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી છે. હાલમાં જ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર અમેરિકાએ ભારત પાસેથી આૃધધધ 15 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે. જ્યારે અમેરિકા પર કુલ મળીને 29 ટ્રિલિયન ડોલરનું દેવું છે જે તેણે ચીન સહિતના દેશો પાસેથી લીધુ છે.
આ માહિતી અમેરિકાના એક સાંસદે જાહેર કરી છે. અમેરિકામાં વધી રહેલા દેવાને લઇને અમરિકાના એક સાંસદે ચિંતા વ્યક્ત કરી છે અને આ આંકડા પણ જાહેર કર્યા છે. આ સાંસદના જણાવ્યા અનુસાર ભારત પાસેથી અમેરિકાએ 15 લાખ કરોડ રૂપિયા લીધા છે.
જ્યારે સૌથી વધુ લોન અમેરિકાએ પોતાના જ કટ્ટર વિરોધી ચીન પાસેથી લીધી છે, અન્ય દેશોમાં જાપાનનો સમાવેશ થાય છે. અમરિકામાં હાલ પ્રતિ વ્યક્તિ 72,309 ડોલરનું દેવુ છે. અમેરિકાના કોંગ્રેસમેન એલેક્સ મૂનીએ જણાવ્યું હતું કે અમેરિકામાં દેવાનું પ્રમાણ વધીને હવે 29 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગયું છે.
સાથે તેમણે સવાલો ઉઠાવ્યા છે કે દેવાની આટલી મોટી રકમ છે તો અમેરિકી સરકારોએ અન્ય દેશો પાસેથી જે લોન લીધી છે તે જાય છે ક્યાં ? સરકારો આટલી લોનનો ખર્ચ ક્યા કરી રહી છે તેની માહિતી જાહેર કરવામાં આવે. જે દેશો પાસેથી લોન લીધી છે તેમાં ટોચના સૃથાને ચીન અને જાપાન છે જેઓ અમેરિકાના મિત્ર દેશ પણ નથી માનવામાં આવતા તેમ આ સાંસદે કહ્યું હતું.
વેસ્ટ વર્જિનિયાના વિપક્ષ રિપબ્લિકન કોંગ્રેસમેન એલેક્સ મૂનીએ કહ્યું હતું કે આપણી ચીન સાથે વૈશ્વિક સ્તરે સ્પર્ધા ચાલી રહી છે ને બીજી તરફ અમેરિકાએ તેની પાસેથી કરોડો ડોલરની લોન લીધી છે. ચીન પાસેથી આશરે 1 ટ્રિલિયન ડોલર જ્યારે જાપાન પાસેથી પણ એટલી જ રકમની લોન લેવામાં આવી છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે અમેરિકાનું આૃર્થતંત્ર પણ પડી ભાંગ્યું હતું,
એવામાં તેણે મોટાભાગની મેડિકલ વસ્તુઓ માટે અન્ય દેશો પર નિર્ભર રહેવંુ પડયું હતું. ટ્રમ્પની પાર્ટીના સેનેટર મૂનીએ આંકડા જાહેર કરતા કહ્યું કે અમેરિકાએ ભારત પાસેથી 216 બિલિયન ડોલર એટલે કે આશરે 15 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે. જ્યારે બ્રાઝિલ પાસેથી પણ 258 બિલિયન ડોલર લીધા છે.
2000માં અમેરિકાનું દેવું 5.6 લાખ કરોડ ડોલર હતું
વોશિંગ્ટન, તા. 27
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના સેનેટર મૂનેએ જણાવ્યું હતું કે વર્ષ 2000માં અમેરિકાનું દેવુ 5.6 ટ્રિલિયન ડોલર હતું, એટલે કે 20 જ વર્ષમાં આ દેવામાં પાંચગણો વધારો થયો છે. સાથે આ સાંસદે આરોપ લગાવ્યો હતો કે અમેરિકાનું દેવું સૌથી વધુ બરાક ઓબામાના શાસન સમયે વધ્યું છે.
ઓબામા આઠ વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહ્યા, તેઓ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા અને પદ છોડયંુ તે સમયગાળામાં જ દેવાનો ભાર બેગણો વધી ગયો હતો. નિષ્ણાંતોના મતે કોરોના મહામારી સમયે અનેક દેશોનું આૃર્થતંત્ર ખાડે ગયું હતું જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. આ સમયે પણ દેવાનું પ્રમાણ વધી ગયું હોવાનું અનુમાન છે.
Comments
Post a Comment