નીતિશ કુમારે જન્મદિવસે પૂર્ણ કર્યું ચૂંટણી વચન, કોરોના વેક્સિનને લઈ કરી મોટી જાહેરાત
- બિહારના નાગરિકોને ખાનગી હોસ્પિટલમાં પણ ફ્રીમાં મળશે રસી
પટના, તા. 1 માર્ચ, 2021, સોમવાર
નીતિશ કુમારની સરકાર બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે રાજ્યના તમામ લોકોને ફ્રીમાં કોરોના વેક્સિન અપાશે તેવું વચન આપેલું તે પૂર્ણ કરવાની તૈયારીમાં છે. બિહાર સરકારે આજથી એટલે કે પહેલી માર્ચથી તમામ ખાનગી હોસ્પિટલ્સમાં અપાનારી કોવિડ-19 વેક્સિનનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેવો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં રવિવારે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખાનગી હોસ્પિટલ્સમાં પણ ફ્રીમાં કોરોના વેક્સિન અપાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે વેક્સિનના પ્રત્યેક ડોઝની મહત્તમ કિંમત 250 રૂપિયા નક્કી કરી છે પરંતુ બિહારમાં તે લોકોને ફ્રીમાં મળશે.
બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે વચન આપ્યું હતું કે જો તેઓ સત્તામાં ફરી આવશે તો બિહારના પ્રત્યેક નાગરિકને ફ્રીમાં કોવિડ-19 વેક્સિન લગાવવામાં આવશે. તેના અનુસંધાને સરકારના ગઠન બાદ નીતિશ કુમારની કેબિનેટે બિહારના પ્રત્યેક નાગરિકને ફ્રીમાં કોવિડ-19 વેક્સિન લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
Comments
Post a Comment