ગુજરાતમાં પંચાયતોમાં સરેરાશ 61.20 ટકા મતદાન


ભાભર-વિરમગામમાં ભાજપ, કોંગ્રેસ-અપક્ષ કાર્યકરો વચ્ચે મારામારી, રાજ્યમાં તાપી-ડાંગમાં સૌથી વધુ મતદાન

હળવદના બુટવડામાં ચૂંટણી સ્ટાફ જ જમવા જતો રહ્યો ને  મતદારોએ રાહ જોવી પડી, ઠેર ઠેર EVM ખોટકાયાં 

અમદાવાદ, તા. 28 ફેબ્રૂઆરી, 2021, રવિવાર

રાજ્યની 81 નગરપાલિકા,31 જિલ્લા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન નોંધાયુ છે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વધુ મતદાન કરી જાગૃતતા દર્શાવી હતી. મહાનગરપાલિકા કરતાં પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં 15 ટકા જેટલું વધુ મતદાન નોધાયુ હતું. પાલિકા-પંચાયતોની કુલ 5481 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 22176 ઉમેદવારોનું ભાવિ હવે ઇવીએમમાં કેદ થયુ છે.

રાજ્યમાં જોકે, ઠેર ઠેર ઇવીએમ ખોટકાયાં હોવાની ફરિયાદો ઉઠી હતી જેના કારણે મતદાન પ્રક્રિયા અટકી પડી હતી.આ ઉપરાંત ભાભર,વિરમગામ સહિત અન્ય કેટલાંય સૃથળોએ ભાજપ-કોંગ્રેસ અને આપ,અપક્ષના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી,પથૃથરમારાનો બનાવો બન્યાં હતાં જેના લીધે પોલીસ સિૃથતીને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવો પડયો હતો. 

 અમદાવાદ સહિત અન્ય મહાનગરપાલિકાની ચૂંટણીમાં માંડ 50 ટકા મતદાન થયુ હતુ પણ નગર પાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ગ્રામિણ મતદારોએ મતદાનમાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો.  વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી લાઇનો લાગી હતી.

ખાસ કરીને મહિલા મતદારો લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું. રાજ્યમાં પાદરા,ગોંડલ,રાજપિપળા સહિત  કેટલાંય સૃથળોએ લો બેટરીને લીધે ઇવીએમ ખોટાકાયાં હતાં જેથી મતદાન અટકી પડયુ હતું. કડીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહપરિવાર સાથે મતદાન કર્યુ હતું.સાંસદ,ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં મતાિધકારનો ઉપયોગ કર્યો હતો. 

વિરમ ગામમાંબોગસ મતદાનના મુદ્દે બે જૂથો વચ્ચે પથૃથરમારો થયો હતો આખરે પોલીસ મામલો થાળે પાડયો હતો. ભાભરમાં નવા પ્રાથમિક શાળા મતદાન મથક નજીક ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. સિૃથતીને જોતાં મતદાન કેન્દ્રનો દરવાજો થોડીક મિનિટો માટે બંધ કરી દેવાયો હતો.

હળવદના બુટવડામાં તો ચૂંટણી સ્ટાફ જ જમવા જતો રહ્યો હતો જેથી મતદારોએ મતદાન માટે રાહ જોવી પડી હતી. વિરમગામમાં મતદાન મથકની નજીક ડેમો દર્શાવી ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો તેવી ફરિયાદો ઉઠી હતી. હિમતનગરમાં છાપરિયામાં વરરાજા સાથે 200 જણાંએ મતદાન કરી જાગૃતતાના દર્શન કરાવ્યા હતાં.

અમરેલીમાં ય મતદાનને લીધે લગ્ન વિધી એક કલાક મોડી કરાઇ હતી. વરરાજા આખીય જાન લઇને મતદાન મથકે પહોચ્યા હતાં.ખેડા જિલ્લામાં આખડોલમાં કોંગ્રેસ સમર્થકો અને પોલીસ વચ્ચે બબાલ થઇ હતી. કોંગ્રેસ સમર્થકોે પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતાં. છોટાઉદેપુરના નસવાડીમાં રાયણઘોડા પ્રા.શાળામાં એક આદિવાસી મહિલાનો કોઇ વ્યક્તિ બારોબાર મત નાંખી દેતાં હંગામો મચ્યો હતો.

આ મુદ્દે વાંધો ઉઠાવાતા મતદાન અટકી પડયું હતું.પચમહાલમાં ગોધરા નગરપાલિકાની ચૂંટણી વખતે ભાજપના ઉમેદવારો વચ્ચે બોલાચાલી થવા પામી હતી. કપડવંજમાં ભાજપ-અપક્ષો વચ્ચે રકઝક જામી હતી. પેટલાદમાં રેશનકાર્ડ જોઇે મતદાન કેન્દ્રમાં મતદારોને પ્રવેશ અપાતો હતો જેનો વિરોધ કરી હોબાળો મચાવાયો હતો.

સંતરામપુરમાં કોંગ્રેસના સમર્થકો પર ભાજપના ઉમેદવારે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી.આખાય રાજ્યમાં તાપી-ડાંગમાં સૈૈાથી વધુ 71 ટકા મતદાન નોંધાયુ હતું. આદિવાસી મતદારોએ શહેરી વિસ્તારો કરતાં વધુ જાગૃત હોવાનુ સાબિત કરી દેખાડયુ હતું. સુરેન્દ્રનગર, દાહોદ, કચ્છ, જૂનાગઢ, છોટા ઉદેપુરમાં મતદાનની ટકાવારી 55 ટકાથી માંડીને 59 ટકાની આસપાસ રહી હતી. 

આ વખતે નગરપાલિકામાં 55.43 મતદાન નોધાયુ હતું. વર્ષ 2015માં મતદાનની ટકાવારી 62.77  રહી હતી. આ જ પ્રમાણે,જિલ્લા પંચાયતમાં 61.20 ટકા મતદાન થયુ હતુ જયારે ગત વખતે 69.55 ટકા મતદાન નોધ્યુ હતુ. તાલુકા પંચાયતમાં 62.50 ટકા મતદાન થયુ હતું જયારે ગત વખતે મતદાનની ટકાવારી 69.28 ટકા રહી હતી.

ટૂંકમાં ગત વખતની સરખામણીમાં આ વખતે સરેરાશ મતદાન 7.8 ટકા ઓછુ નોધાયુ હતું. ભાજપ-કોંગ્રેસે પોતાની તરફેણમાં મતદાન થયા હોવાનો દાવો કર્યો છે. 2જી માર્ચે નગરપાલિકા-જિલ્લા,તાલુકા પંચાયતોનુ પરિણામ જાહેર થશે. ગ્રામિણ મતદારોએ કોના પર ભરોસો દાખવ્યો છે તે હવે ખબર પડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો